Story- સમીર પરમાર
ગુજરાત સરકાર પાસે અનેક વિભાગના લોકો માગણી સાથે હડતાળ કરી રહ્યા છે. સાબરકાંઠાની આંગણવાડીમાં કામ કરતી મહિલા કર્મચારીઓ પણ પોતાની પડતર માગણીઓ સ્વિકારવા માટે હડતાળ પર ઉતરી ગઈ છે. હડતાળમાં વિરોધ કરવા માટે આંગણવાડી વિભાગની બહેનોએ આંગણવાડી પર તાડા મારી સેવા આપવાની મનાહી કરી દીધી છે.
શા માટે આંગણવાડી મહિલા કર્મચારી રણચંડી બની?
આંગણવાડીની મહિલા કર્મચારીઓએ છ દિવસ પહેલા 10 જેટલી માગ સાથે આંદોલન કરવા માટે સાબરકાંઠાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણકારી આપી હતી. જો કે આંદોલન મામલે કોઈ અવાજ પ્રશાસન સુધી નહીં પહોંચતા આંગણવાડી મહિલા કર્મચારીઓને આંદોલનનો રસ્તો પકડવો પડ્યો હતો. વિરોધના ભાગ રૂપે બહેનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી માગ નહીં સ્વિકારવામાં આવે ત્યાં સુધી આંગણવાડી પર હાજર નહીં રહે. 4 હજાર જેટલી આંગણવાડી મહિલા અને તેડાઘર કાર્યકર બહેનોએ કામથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે અને અનેક વિભાગના લોકો આંદોલનનો માર્ગ પકડ્યો હતો. માલધારી, પોલીસ, ઈન્ટર્ન ડોક્ટર્સ, ખેડૂતોનું કિસાન સંઘ અને ગ્રામ પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ પણ વિરોધ નોંધાવી ચૂક્યા છે. આગળ હવે સરકાર તેમની માગ સ્વિકારશે કે કેમ તે જોવાનું રહેશે.