આંધ્રપ્રદેશમાં થોડા દિવસો પહેલા પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ જનસભા અને રોડ-શો યોજ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન નાસભાગ મચી હતી. આ નાસભાગને કારણે અનેક લોકોના મોત પણ થયા છે ત્યારે આ ઘટનાને લઈ આંધ્રપ્રદેશ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારે રાજમાર્ગ તેમજ રોડ પર જનસભા અને રેલીઓ પર રોક લગાવી દીધી છે.
આંધ્રપ્રદેશ સરકારે લીધો નિર્ણય
થોડા દિવસો પહેલા આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબૂ નાયડૂ માટે જનસભા તેમજ રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં મોટા પ્રમાણમાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો હોવાને કારણે નાસભાગ સર્જાઈ હતી. નાસભાગ થવાને કારણે અનેક લોકોના મોત નિપજ્યાં હતા. એક વખત તો આવી ઘટના સર્જાઈ પરંતુ બીજી વખત પણ આવી જ ઘટના સર્જાઈ હતી. પ્રથમ વખત જ્યારે ઘટના બની તે દરમિયાન 8 જેટલા લોકોના મોત થયા હતા જ્યારે બીજી વખતની ઘટનામાં 4 જેટલા લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાને કારણે આંધ્રપ્રદેશ સરકારે એક નિર્ણય કર્યો જેમાં સાર્વજનિક રસ્તાઓ પર તેમજ ગલીઓમાં રોડ-શો તેમજ જનસભાઓ કરવા પર પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યો છે.