જાણો અનંત ચતુર્દશી અને ગણેશ મહિમા વિશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 14:25:52

ભારતને ઉત્સવોનો દેશ કહેવામાં આવે છે. દરેક મહિનામાં કોઈને કોઈ તહેવાર ઉજવાતો રહે છે. તહેવારો ધર્મોને સાથે લાવવાનું કામ કરે છે. વિવિધ મહિનાઓમાં વિવિધ ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્વનું હોય છે. એવું વર્ણન આપણા પૂરાણોમાં જોવા મળે છે. શ્રાવણ મહિનામાં દેવાધિદેવ મહાદેવની પૂજા કરવામાં આવે છે તો ભાદરવા મહિનામાં વિઘ્નહર્તા ભગવાન ગણેશની આરાધના થાય છે. 


પ્રથમ પૂજ્ય ગણેશની કરાય છે પૂજા 

ભાદરવા સુદ ચોથથી લઈ ભાદરવા સુદ ચૌદસ સુધી ભગવાન ગણપતિની આરાધના કરવામાં આવે છે. ભાદરવા સુદ ચોથના દિવસે ભક્તિભાવ સાથે તેમજ ઉત્સાહ સાથે પાર્વતી નંદનની ભક્તો પૂજા કરતા હોય છે. ભક્તો પોતાના ઘરે તેમજ સાર્વજનિક સ્થળો પર વિઘ્નહર્તાની મૂર્તિ સ્થાપિત કરતા હોય છે. ગણેશ ઉત્સવ દરમિયાન એકદંતની આગતા-સ્વાગતા તેમજ વિશેષ પૂજા કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. ગણપતિ ઉત્સવ દરમિયાન ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નાદ સંભળાય છે. પરંતુ મહોત્સવ બાદ અનંત ચતુર્દથીના દિવસે બાપ્પાને વિદાય આપતા હોય છે. ગણપતિ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને વિદાય આપવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની સાથે સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. 


ગણેશોત્સવનો સંક્ષિપ્ત ઈતિહાસ

ઘરે ગણપતિની પ્રતિમા લાવવાની પ્રથા અનાદિ કાળથી ચાલી આવી છે. સાર્વજનીક સ્થળો પર ગણેશોત્સવની શરૂઆત બાલ ગંગાધર તિલકે કરી હતી. અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ પ્રતિમાને વિસર્જિત કરવાની પ્રથા છે. ભગવાન સર્વ વ્યાપિ છે તેમજ જેનું નિર્માણ થાય છે તેનું વિસર્જન નિશ્ચિત છે. તે દર્શાવવા ગણપતિજીને અનંતમાં, સાકારને નિરાકારમાં વિલીન કરીએ છીએ. 


ગણપતિ વિસર્જનની પ્રચલિત દંતકથા 

એક પ્રચલિત કથા અનુસાર મહર્ષિ વેદ વ્યાસ તપ કરી રહ્યા હતા ત્યારે તપ પૂર્ણ થતા તેમનું શરીર ખૂબ ગરમ થઈ ગયું હતું. પોતાના દેહને ઠંડક પહોચાડવા તેમણે નદીમાં સ્નાન કર્યું હતું, તે બાદ ગણપતિને નદીમાં પધરાવવાની પ્રથા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.