Anant Ambani Radhika Merchantના લગ્નના ફંક્શન શરૂ, ગઈકાલે યોજાઈ મામેરા વિધી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-04 15:11:48

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને હવે લગ્નના ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગઈકાલે અંબાણી પરિવારમાં લગ્ન પહેલાં મામેરા વિધિ  કરવામાં આવી. જેની ખૂબ સુંદર તસવીરો સામે આવી છે. એટલું જ નહીં અંબાણી પરિવારના સભ્યો એકદમ સુંદર તૈયાર થયા હતા. એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું. આ ફંક્શન પણ પ્રીવેડિંગ ફંક્શનની જેમ ભવ્ય અને યુનિક રાખવામાં આવ્યું હતું... 

ગઈકાલે મામેરા વિધીનું કરાયું હતું આયોજન 

અંબાણી પરિવારમાં કોઈ પણ ફંક્શન કેમ ના હોય તે ભવ્યથી અતિભવ્ય હોય છે.. પ્રિ વેડિંગ ફંક્શનના વીડિયો આપણે જોયા છે.. મામેરા ફંક્શનના વીડિયો સામે આવ્યા છે. દુલ્હન રાધિકાએ ખૂબ જ સુંદર ગુલાબી રંગનો લહેંગો પહેર્યો છે. અંબાણી પરિવારની થનારી વહુ ખુબ સુંદર દેખાઈ રહી હતી. મામેરાની વાત કરીએ તો મામેરુ વિધિએ ગુજરાતી લગ્નની પરંપરા છે. જે લગ્નના એક કે બે દિવસ પહેલા કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિમાં, કન્યાના મામા કન્યાને સાડી, ઘરેણાં અને સફેદ બંગડીઓ આપે છે.. 



12 જુલાઈએ થવાના છે અનંત અને રાધિકાના લગ્ન 

અનંત અંબાણી અને રાધિકાના લગ્નના કાર્ડ વહેચાઈ ગયા છે 12 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં તેમના લગ્ન થવાના છે. 13મી જુલાઈના રોજ આશીર્વાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને 14મી જુલાઈએ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એટલે આ પહેલી વિધીના દ્રશ્યો સામે આવ્યા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?