Jamnagarમાં શરૂ થઈ Anant Ambani Radhika Merchantના પ્રિવેડિંગની તૈયારીઓ, જાણો પ્રિવેડિંગમાં ક્યારે કયા થવાના છે ઈવેન્ટ અને શું છે ડ્રેસ કોડ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-22 15:59:01

અંબાણી પરિવાર  પોતાની લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ન માત્ર લાઈફ સ્ટાઈલ પરંતુ પરિવાર દ્વારા જાળવવામાં આવતી પરંપરાને લઈ પણ આ પરિવાર ચર્ચામાં રહે છે. પરિવાર દ્વારા ઉજવવામાં આવતા પ્રસંગો પણ વિશેષ હોય છે. પ્રસંગમાં પણ પરંપરા જળવાતી દેખાય છે. ત્યારે અંબાણી પરિવારમાં શરણાઈ વાગવાની છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન થવાના છે. લગ્નને લઈ તો આપણે ત્યાં તૈયારીઓ ચાલતી હોય છે પરંતુ અંબાણી પરિવારમાં પ્રિવેડિંગ સેરેમનીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ટન્ટનું પ્રિ-વેડિંગ યોજાવાનું છે. પ્રિ-વેડિંગને લઈ ડ્રેસ કોડ, ફ્લાઈટ એરેજમેન્ટની જાણકારી શેર કરવામાં આવી છે. 

બાંધણી બનાવતી બહેનો સાથે નીતા અંબાણીએ કરી હતી મુલાકાત!

થોડા દિવસ પહેલા નીતા અંબાણી ગુજરાત આવ્યા હતા, જામનગરની મુલાકાત લીધી હતી. બાંધણી બનાવતી બહેનોને મળવા માટે નીતા અંબાણી અચાનક પહોંચ્યા હતા. બહેનો સાથે વાતચીત કરી હતી તેનો વીડિયો વાયરલ થયો હતો. બહેનોએ નીતા અંબાણીને પૂછ્યું હતું કે શું તમારે બાંધણી બનાવતા શિખવું છે? એ સુંદર વીડિયો વાયરલ થયો હતો. જામનગરમાં પ્રિ-વેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિ વેડિંગ માટે આવી રહેલા મહેમાનો માટે જાણકારી શેર કરવામાં આવી છે જેમાં ફ્લાઈટની વિગતો, ડ્રેસ કોડની માહિતી આપવામાં આવી છે. 



આ હસ્તીઓ બની શકે છે જામનગરના મહેમાન! 

મોટી મોટી હસ્તીઓ આ પ્રિ વેડિંગ કાર્યક્રમમાં હાજર રહી શકે છે તેવી શક્યતાઓ છે. પ્રિ વેડિંગમાં આવનારા મહેમાનો અંગેની વાત કરીએ તો બેન્ક ઓફ અમેરિકાના ચેરમેન બ્રાયન થોમસ મોયનિહાન, કતારના રાજકીય વડા મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની, જાણીતા ઇન્વેસ્ટર યુરી મિલ્નર અને એડોબીના સીઇઓ શાંતનુ નારાયણ, લુપા સિસ્ટમ્સના સીઇઓ જેમ્સ મર્ડોક, હિલહાઉસ કેપિટલના સ્થાપક ઝાંગ લી, BPના ચીફ એક્ઝિક્યુટિવ મુરે ઓચીનક્લોસ, Exorના CEO જ્હોન એલ્કન પણ હાજર રહી શકે છે.

પ્રસંગની સુંદર તસવીરો આવી હતી સામે!

અનંત અંબાણી તેમજ રાધિકા મર્ચન્ટની વાત કરીએ તો બંને એકબીજાને બાળપણથી ઓળખતા હતા, અંબાણી પરિવાર તો ગુજરાત સાથે જોડાયેલો છે પરંતુ રાધિકાનો પરિવાર પણ ગુજરાત સાથે સંકળાયેલો છે. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ મુળ ગુજરાતના કચ્છના વતની છે. થોડા સમય પહેલા જ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નની કંકોત્રી લખવામાં આવી હતી. તે વખતની સુંદર તસવીરો શેર કરવામાં આવી છે. અંબાણી પરિવારની મહિલાઓની સાડીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું,   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?