સંપન્ન થયા Anant Ambani-Radhika Merchantના લગ્ન, સામે આવ્યા સુંદર વીડિયોઝ અને તસવીરો, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-13 16:19:45

સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી કાલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ભવ્યથી અતિભવ્ય લગ્ન કાલે પુરા થયા છે અને લગ્નની એક એક તસ્વીર પર બધાની નજર હતી  મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં આયોજિત આ લગ્ન ઘણા વર્ષો સુધી યાદ રહેશે. આ લગ્નમાં દેશ અને દુનિયાના ઘણા સ્ટાર્સ આવ્યા હતા. આ લગ્નનને દુનિયાના સૌથી મોંઘા લગ્ન માનવામાં આવી રહ્યા છે. ઘણા સમય પહેલાથી લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા હતા. આજે જ્યારે રાધિકાનો ગૃહ પ્રવેશ હતો ત્યારે ફૂલોથી તેનું સ્વાગત કરવામાં આવ્યું. 

વડાપ્રધાન મોદી નવયુગલને આશીર્વાદ આપવા જઈ શકે છે.. 

અંબાણી પરિવારમાં કોઈ પણ ફંક્શન કેમ ના હોય તેની ચર્ચા હંમેશા થતી હોય છે.. અંબાણી પરિવારના કપડાંથી લઇને દુલ્હા દુલ્હનની એન્ટ્રી અને બધું ભવ્ય હતું. લગ્નતો સંપન્ન થઈ ગયા છે પણ હજુ બીજા અનેક ફંક્શન બાકી છે. આજે આશીર્વાદ સેરેમની છે. આ વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ તથા જાણીતા બિઝનેસમેન હાજરી જોવા મળશે. એવી પણ માહિતી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિસેપ્શનમાં નવયુગલને આશીર્વાદ આપવા આવી શકે છે. એટલે આજે આખી દુનિયાની નજરએ રિસેપશન પર પણ રહેશે. કાલે પણ એક રિશેપ્સન રાખવામાં આવ્યું છે એટલે 2 દિવસ રિસેપ્શન થશે. પણ લગ્ન જે ભવ્ય રીતે કર્યા છે જે જોઈને દરેક વ્યક્તિને એવું થાય કે લગ્ન થાય તો આવા થાય...  



બે દિવસ યોજાવાનું છે રિસેપ્શન 

અનંત-રાધિકાનાં લગ્નમાં કાશીની થીમ જોવા મળી હતી. લગ્ન પહેલાં નીતા અંબાણીનો કાશીની પ્રશંસા કરતો એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. નીતા અંબાણી દીકરાના લગ્નમાં નાચતા પણ દેખાયા હતા અને નીતાબેનની મહેંદી પણ ખાસ હતી.3 જુલાઈએ અનંત-રાધિકાનું મામેરું યોજાયું હતું. ત્યારબાદ ચાર જુલાઈએ કોકિલાબેને ગરબા નાઇટ યોજી હતી. પાંચ જુલાઈએ હોલિવૂડ પોપસ્ટાર જસ્ટિન બીબરે મ્યુઝિક નાઇટમાં પર્ફોર્મ કર્યું હતું. ત્યાર બાદ 8 જુલાઈએ ગ્રહશાંતિની પૂજા થઈ હતી. નવ જુલાઈએ હલ્દી સેરેમની તથા 10 જુલાઈએ શિવશક્તિ પૂજા અને મહેંદી સેરેમની યોજાઈ હતી. 2 દિવસ યોજાનાર રિસેપ્શનમાંથી પણ અનેક સુંદર તસવીરો સામે આવશે..  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...