Mukesh Ambani અને Nita Ambaniના પુત્ર Anant Ambaniના લગ્ન Radhika Merchant સાથે થવાના છે. જામનગર ખાતે પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંબાણી પરિવારે ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારોહનું આયોજન કર્યું હતું. અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ, મુકેશ અંબાણી સહિતના પરિવારના સભ્યોએ ગ્રામજનોને ભોજન પીરસ્યું હતું. ગ્રામજનોના આશીર્વાદ પણ લીધા હતા.
જામનગર પહોંચી રહી છે અનેક મોટી હસ્તી..
અંબાણી પરિવારના સંસ્કારો, તેમના સ્વભાવમાં રહેલી સાદગી અનેક વખત જોવા મળે છે. નાના માણસો સાથે પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવતો વ્યવહાર અનેક વખત લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતું હોય છે. અંબાણી પરિવાર પોતાની લાઈફ સ્ટાઈલ, રહેણી કરણીને કારણે તો ચર્ચામાં રહેતો હોય છે પરંતુ તેમની સાદગીને કારણે પણ તેમની ચર્ચાઓ થતી હોય છે. લગ્નને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જામનગર ખાતે પ્રી-વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સામેલ થવા માટે મોટી મોટી હસ્તીઓ ગુજરાતના મહેમાન બની રહ્યા છે. ફિલ્મ સ્ટાર હોય કે પછી બિઝનેસ જગતની મોટી હસ્તી અંબાણી પરિવારની ખુશીમાં સામેલ થવા તેઓ જામનગર આવી રહ્યા છે.
અંબાણી પરિવારે બંધાવડાવ્યા અનેક મંદિરો
ગઈકાલે જામનગરથી એક વીડિયો સામે આવ્યો જેમાં અંબાણી પરિવારના સભ્યો ગ્રામજનોને ભોજન પીરસતા હતા. જય શ્રી કૃષ્ણ કહેતા હતા અને ભોજન પીરસ્તા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કેટલી સાદગીથી તે ભોજન પીરસી રહ્યા છે. મહત્વનું છે કે આપણે અંબાણી પરિવાર પાસેથી એક વાત શીખવી જોઈએ કે પૈસા ગમે તેટલા કેમ ના હોય, માણસ સાથે સારો વ્યવહાર કરવો જોઈએ.! સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ, સંસ્કાર સાથે જોડાયેલા રહેવું જોઈએ. ઉલ્લેખનિય છે કે પ્રી વેડિંગ પહેલા અંબાણી પરિવારે જામનગરમાં અનેક મંદિરો બનાવડાવ્યા છે.