Jamnagarમાં Anant Ambani અને Radhikaનું થયું સ્વાગત, ઢોલ નગાડા તેમજ પથરાઈ ફૂલની પાંખડીઓ, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2024-07-17 10:17:32

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થોડા દિવસ પહેલા પૂર્ણ થયા છે.. લગ્ન દરમિયાન અનેક ફંક્શન રાખવામાં આવ્યા હતા જેના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ  થઈ રહ્યા છે.. દેશ વિદેશની મોટી હસ્તીઓ અનંત અને રાધિકાના લગ્નમાં આવી હતી.. લગ્નમાં  અંબાણી પરિવારની જાહોજલાલી જાણે ખુલ્લીને સામે આવતી હોય તેવું લાગ્યું.. અંબાણી પરિવારના સદસ્યોના કપડાથી લઈ તેમના ડાન્સ પરફોર્મન્સ બધુ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.. કાશીની થીમ રાખવામાં આવી હતી તે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું. નીતા અંબાણીનો વીડિયો થીમને લઈ સામે આવ્યો હતો.

News18 Gujarati

News18 Gujarati

જામનગર પહોંચ્યા નવ દંપત્તિ

પ્રિ વેડિંગના ફંક્શન અલગ અલગ જગ્યાઓ પર રાખવામાં આવ્યા હતા. જામનગરમાં પણ મોટા પાયે પ્રિ વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. અનેક વીડિયો ત્યારે પણ સામે આવ્યા હતા. અંબાણી પરિવારના સભ્યોએ પોતે જમવાનું પિરસ્યું હતું.. તે વખતે રાધિકાનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં તેણે બાળક માટે કહ્યું હતું કૃષ્ણ જેવો લાગે છે... અનંત અને રાધિકાના લગ્ન મુંબઈમાં થયા પરંતુ બંને જણા જામનગર આવ્યા છે.

News18 Gujarati


News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

અનંત અને રાધિકાનું કરાયું ભવ્ય સ્વાગત 

જામનગર આવેલા અનંત અને રાધિકાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.. ગુલાબની ફૂલોની પાંખડીઓથી નવ યુગલનું સ્વાગત કરવામાં આવ્યું હતું..ગાડીને પણ સુશોભિત કરવામાં આવી હતી. ઢોલ નગાડા સાથે અનંત અને રાધિકાનું જામનગર વાસીઓએ સ્વાગત કર્યું હતું..     



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.