એન્ટિલિયા ખાતે અનંત અંબાણીએ અને રાધિકા મર્ચન્ટે કરી સગાઈ, નીતા અંબાણીએ પરિવાર સાથે કર્યો ડાન્સ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-20 12:24:33

ગુરૂવારે એન્ટિલાયા ખાતે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ બિઝનેસમેન વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે પરંપરાગત રીતે સગાઈ કરી હતી. ગોળ ધાણા તેમજ ચૂંદડીની વિધી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગ નિમીતે પરિવારના સભ્યોએ સરપ્રાઈઝ ડાન્સ પરફોર્મન્સ પણ કર્યું હતું. મુકેશ અંબાણી, નીતા અંબાણી તેમજ પરિવારના સભ્યોએ ડાન્સ પરફોર્મ કર્યો હતો.


એન્ટિલિયા ખાતે યોજાઈ સગાઈની વિધી 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પરિવાર અને મિત્રોની હાજરીમાં એન્ટિલા ખાતે સગાઈ કરી હતી. સગાઈને લઈને એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. હિંદુ પરંપરા અનુસાર પહેલા ગોળ ધાણા અને ચૂંદડીની વિધી કરવામાં આવી હતી. ડોગ તેમની રિન્ગસ લઈને આવ્યો હતો. રાધિકા અને અનંતને સરપ્રાઈઝ આપવા પરિવારના સભ્યો દ્વારા ડાન્સ પ્રસ્તૂત કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત બંને પરિવારે ભેટની આપ-લે પણ કરી હતી. 

ડાબેથી ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલ, મુકેશ અંબાણી, રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી, આકાશની પત્ની શ્લોકા મહેતા અને આકાશ અંબાણી.

રાધિકા મર્ચન્ટના પિતા ગુજરાતના કચ્છના રહેવાસી છે. પિતા વિરેન અને માતા શૈલા ઉપરાંત રાધિકાના પરિવારમાં એક નાની બહેન પણ છે. તેનું નામ અંજલિ મર્ચન્ટ છે.

અનિલ અંબાણી અને ટીના અંબાણીએ પણ અનંત અને રાધિકાની સગાઈના ફંક્શનમાં હાજરી આપી હતી.

અનેક હસ્તીઓએ આપી પ્રસંગમાં હાજરી   

આ પ્રસંગમાં મોટી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. બોલિવુડથી લઈ ક્રિકેટ જગતના લોકો આ સમારંભમાં હાજર હતા. અંબાણી પરિવારે આરતી અને મંત્રોચ્ચાર સાથે પુત્રવધુનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઐશ્વર્યારાય તેમની પુત્રી સાથે પહોંચ્યા હતા. સચિન તેંડુલકર તેમની પત્ની અંજલી સાથે પહોંચ્યા હતા. તે ઉપરાંત અક્ષયકુમાર, કરણ જોહર, સિંગર શ્રેયા ઘોષાલ, કિરણ રાવ તેમજ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ પહોંચ્યા હતા.  

बेटी आराध्या के साथ एक्ट्रेस ऐश्वर्या राय बच्चन इस फंक्शन में शरीक हुईं।

क्रिकेटर सचिन तेंदुलकर पत्नी अंजलि तेंदुलकर के साथ अनंत-राधिका की सगाई सेरेमनी में पहुंचे।


सिंगर श्रेया घोषाल अनंत-राधिका की सगाई सेरेमनी में शामिल हुईं। लाल रंग के सूट में वे काफी खूबसूरत नजर आईं।


शिवसेना प्रमुख उद्धव ठाकरे के बेटे आदित्य ठाकरे ने पार्टी में शिरकत की।



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.