હાર્ટ એટેકથી થતાં મોત અંગે પૂર્વ CM આનંદી બેન પટેલ પણ ચિંતિત, 'કેસ વધ્યા તેનું એનાલીસીસ જરૂરી'


  • Published By :
  • Published Date : 2023-10-22 18:39:07

રાજ્યના વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓના કારણે સામાન્ય લોકો ખુબ જ ચિંતિત છે, યુવાનો હાર્ટ એટેકનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે ત્યારે આ મુદ્દે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને  ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પટેલે પણ ચિંતા વ્યક્ત કરી છે. જો કે  યુવાનોનાં હાર્ટએટેક પાછળ કોરોના જવાબદાર ન હોવા પર પણ આનંદી બેનએ ભાર મુકતા કહ્યું કે હાર્ટએટેકથી મૃત્યુનાં તમામ કેસનું પરીક્ષણ થવું જોઈએ. હાર્ટએટેકમાં મહિલા અને પુરૂષ કેટલા તેનો પણ સર્વે કરાવવો જોઈએ તેવું સુચન પણ તેમણે કર્યું હતું. પાટણ જિલ્લાનાં સંડેર ખાતે નિર્માણ થઈ રહેલ ખોડલધામનાં ખાતમુર્હૂત કાર્યક્રમમાં  ઉપસ્થિત રહેલા આનંદીબેને આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.


હાર્ટ અટેકથી મોતની ઘટના વધી


રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચુકેલા આનંદીબેન પટેલે ગુજરાત અને દેશમાં વધી રહેલા હાર્ટ અટેકના કિસ્સાનો પણ પ્રાસંગિક સંબોધન કરતા ઉલ્લેખ કર્યો હતો. આનંદીબેનએ કહ્યું કે, “દેશમાં અનેક લોકોના મોત હાર્ટ અટેકથી થઈ રહ્યા છે, નવરાત્રિમાં કેટલાક લોકોના મોત હાર્ટ અટેકથી થયા,આ સમગ્ર બાબતનું એનાલીસીસ થવું જરૂરી છે. ગરબા રમતા સમયે હાર્ટ અટેકથી મોતની ઘટના વધી છે. કેમ હાર્ટ અટેકના કેસ વધ્યા તેનું એનાલીસીસ જરૂરી છે. કોરોનાના કારણે હાર્ટ અટેકના કેસ વધ્યા તે વાત ખોટી છે. 'એક વર્ષમાં કેટલા યુવાનોનું હાર્ટ અટેકથી મોત થયું તેનું એનાલીસીસ થાય તે પણ જરૂરી છે'.


દીકરીઓને સર્વાઈકલ કેન્સરથી રક્ષણ માટે વેક્સિન આપો


પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મહિલાઓમાં વધી રહેલા કેન્સર અંગે પણ ચિંતા વ્યક્ત કર્યું હતું. તેમણે આ મામલે લઈને નિવેદન આપ્યું હતું કે, સૌથી વધુ કેન્સરનાં કેસો મહિલાઓમાં થાય છે.મહિલાઓમાં ગર્ભાશયનું કેન્સર વધુ ઝડપથી વધે છે. જ્યારે મહિલાઓને કેન્સર થાય છે તો તેઓ વધુ પીડાય છે અને શરમના કારણે દવાખાને જતી નથી. છેવટે તેમના બાળકો અનાથ થાય છે અને પરિવાર સભ્ય ગુમાવે છે.  9 થી 14 વર્ષની દીકરીઓને વેક્સિન અપાય તો સર્વાઈકલ કેન્સર નહીં થાય તેમજ 3 હજાર રૂપિયાની વેક્સિન દીકરીઓને અપાવો ખોડલમાના આર્શિર્વાદ રહેશે. હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેનએ કહ્યું કે યુપીમાં 50 હજાર દિકરીઓને મેં વેક્સિન અપાવી છે. 


સાંસદો-ધારાસભ્યો ટીબીનાં દર્દીને દત્તક લે


તે જ પ્રકારે ટીબી રોગ અંગે આનંદીબેન પટેલની સામે લડવા માટે સાંસદો-ધારાસભ્યો 1-1 ટીબીનાં દર્દીને દત્તક લેવાની અપીલ કરી હતી. તેમણે ટીબીનાં દર્દીઓને 6 મહિના પૌષ્ટિક આહાર આપવાની પણ હિમાયત કરી હતી. પૌષ્ટિક આહારથી 2024 માં ટીબી મુક્ત ગુજરાત બનાવી શકીશું. વડાપ્રધાન મોદીની યોજનાઓ થકી દેશમાં 12.50 કરોડ પરિવાર ગરીબીમાંથી બહાર આવ્યા છે. આપણે પાટીદારો તો ઉદાર દિલનાં લોકો છીએ. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...