બિહારના બાહુબલી અને પૂર્વ સાંસદ આનંદ મોહનની જેલ મુક્તિના વિરોધમાં આજે સુપ્રીમ કોર્ટે બિહાર સરકાર અને આનંદ મોહનને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. કોર્ટે આ મામલે બે સપ્તાહમાં જવાબ રજુ કરવાની સુચના આપી છે. તે ઉપરાંત મુક્તિ સાથે સંકળાયેલા રેકોર્ડ પણ આપવાનું પણ કહ્યું છે. જસ્ટીસ સુર્યકાંત અને જસ્ટીસ જે કે મહેશ્વરીની બેંચે આ કેસની સુનાવણી કરી હતી.
Supreme Court issues notice to Bihar Government and others on slained IAS officer G Krishnaiah's wife Uma Krishnaiah plea challenging premature release of Bihar politician Anand Mohan from prison. pic.twitter.com/Wm1arDOkCc
— ANI (@ANI) May 8, 2023
દિવંગત IAS જી કૃષ્ણૈય્યાની પત્નીએ કરી છે અરજી
Supreme Court issues notice to Bihar Government and others on slained IAS officer G Krishnaiah's wife Uma Krishnaiah plea challenging premature release of Bihar politician Anand Mohan from prison. pic.twitter.com/Wm1arDOkCc
— ANI (@ANI) May 8, 2023આનંદ મોહન સામે કોર્ટમાં દિવંગત IAS અધિકારી જી કૃષ્ણૈય્યાની પત્ની ઉમા દેવીએ અરજી કરી હતી. તેમની અરજીમાં ઉમા દેવીએ 3 મેના રોજ બિહાર સરકારે કાયદામાં સુધારો કર્યો તેને સુપ્રીમમાં પડકાર્યો છે. ઉમા દેવીનો આરોપ છે કે જ્યારે આનંદ મોહનને આજીવન કારાવાસની સજા થઈ છે તો પછી તે તેમને માત્ર 15 વર્ષમાં જ જેલ મુક્ત કઈ રીતે કરવામાં આવ્યા. તેમણે આ મામલે સર્વોચ્ચ અદાલતને ગંભીરતાથી વિચાર કરવાની વિનંતી કરી હતી.
શું હતો સમગ્ર મામલો?
બિહાર સરકારે 10મી એપ્રિલે બિહાર જેલ મેન્યુઅલ 2012માં ફેરફાર કર્યો હતો. આ અંતર્ગત ફરજ પરના સરકારી કર્મચારીની હત્યાને પણ સામાન્ય હત્યાની જેમ જ બનાવી દેવામાં આવી હતી. અગાઉ એવી જોગવાઈ હતી કે ફરજ પર તૈનાત સરકારી કર્મચારીના હત્યારાઓને જેલમુક્ત કરવામાં આવશે નહીં. કાયદામાં સુધારો કરાયા બાદ આનંદ મોહનની જેલમાંથી છૂટવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. આ પછી 27 એપ્રિલે આનંદ મોહનને સહરસા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આનંદ મોહનની મુક્તિ પર વિરોધ પક્ષોએ પણ કોઈ વિરોધ કર્યો ન હતો. નિયમોમાં ફેરફારને લઈને પટના હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરવામાં આવી હતી.