ભારત અને કેનેડાના સંબંધો દિવસેને દિવસે તણાવપૂર્ણ થઈ રહ્યા છે. કેનેડાના વડાપ્રધાનના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં ગરમાવો આવી ગયો છે. ભારત દ્વારા કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દેવાયું છે. આ તણાવની અસર બિઝનેસ પર પણ દેખાઈ રહી છે. આનંદ મહિન્દ્રાએ આ તણાવની વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. આનંદ મહિન્દ્રાની કંપની મહિન્દ્રાએ કેનેડામાં તેમની કામગીરીને બંધ કરવાની જાહેરાત કરી છે. આનંદ મહિન્દ્રાએ કેનેડા સ્થિત કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશન સાથેની ભાગીદારી સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. રેસન એરોસ્પેસ કોર્પોરેશનમાં મહિન્દ્રા કંપનીની 11.18 ટકા ભાગીદારી હતી.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આપ્યો મોટો ઝટકો
ભારતની સંસ્થા એનઆઈએ દ્વારા આતંકવાદીઓની લિસ્ટ જાહેર કરવામાં આવી હતી. ત્યારે થોડા સમય પહેલા હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. તે હત્યાને લઈ કેનેડાના વડાપ્રધાને ભારત પર હત્યામાં સંડોવણી હોવાની વાત કરી હતી. ભારત પર આક્ષેપ કર્યા હતા. આ નિવેદન બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં ગરમાવો આવી ગયો હતો. દુતાવાસોમાં આને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે આનંદ મહિન્દ્રાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આનંદ મહિન્દ્રાએ કેનેડાને મોટો ઝટકો આપ્યો છે. આનંદ મહિન્દ્રાએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડામાં તેની કામગીરી બંધ કરવાની જાહેરાત કરી છે.
કેનેડામાં કામગીરીને બંધ કરવાનો કર્યો નિર્ણય
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ શેરમાર્કેટને આપેલી જાણકારી મુજબ રેસનને કોર્પોરેશન કેનેડા તરફથી 20 સપ્ટેમ્બર 2023ના રોજ કામકાજ બંધ કરવા માટેના આવશ્ક દસ્તાવેજ મળલી ગયા છે. જેની સૂચના કંપનીને આપી દેવામાં આવી છે. જે બાદ કંપનીએ પોતાનું કામકાજ બંધ કરી દીધું છે. મહત્વનું છે કે મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપની આ નિર્ણયને કારણે કેનેડાને મોટો ફટકો પડ્યો છે.