દારૂ દારૂ દારૂ ક્યારેક કોઈ શિક્ષક દારૂ પીને શાળાએ આવે ક્યારેક કોઈ અધિકારી ઓફિસમાં દારૂ પીધેલી હાલતમાં મળે તો ક્યારેક st સલામત સવારી હમારીની જે વાતો કરે છે એના ડ્રાઈવર જ દારૂ પીધેલી હાલતમાં મળે છે. ન માત્ર નશાની હાલતમાં ડ્રાઈવર દેખાય છે પરંતુ એસટી બસ પણ ચલાવે છે અને અનેક લોકોના જીવને જોખમમાં પણ મૂકે છે. આવી જ ઘટના આણંદથી સામે આવી છે જેમાં નશાની હાલતમાં એસટી બસનો ડ્રાઈવર દેખાયો હતો. પીધેલી હાલતમાં પહેલા બસ ચલાવી અને અને તે ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે.
નશાની હાલતમાં એસટી ડ્રાઈવરે ચલાવી બસ
ગુજરાતમાં દારૂબંધી છે તે કાયદાનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક એવા વીડિયો સામે આવે છે જેમાં આ કાયદાના લીરેલીરા ઉડતા દેખાય છે. ત્યારે વધુ એક વીડિયો આણંદથી સામે આવ્યો છે જેમાં એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં દેખાયો હતો. એસટી બસના ડ્રાઈવર ગઈકાલે દારૂ પીધેલી હાલતમાં દેખાયા હતા. એસટી બસ ચલાવી અને અકસ્માત કરતાં ઝડપાયા હતા. આણંદમાં સામરખા ચોકડી નજીક પુરપાટ ઝડપે એસટી ચલાવી અને મોપેડને ટક્કર મારી હતી. અકસ્માતમાં મોપેડ ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી છે.
મોપેડ ચાલકને પહોંચી માથાના ભાગે ઈજા!
આણંદ તાલુકાના હાડગુડ ગામમાં આવેલ અજમતપુરાવાડીમાં રહેતાં 52 વર્ષીય આયતઅલી યાકુબઅલી સૈયદ ગઈકાલે મોપેડ લઈને નિકળ્યા અને પુરઝડપે એસટી બસ આવી અને એમને ટક્કર મારી અકસ્માત સર્જ્યો. અકસ્માતમાં મોપેડ પરથી ફંગોળાઈને રોડ પર પટકાયેલા આયતઅલીને માથાના ભાગે ઈજા પહોંચી ત્યાર બાદ ત્યાંના લોકોએ આ ડ્રાઈવરને સવાલ પૂછ્યા તો ભાઈતો ફૂલ ટલ્લી હતા અને પછી જે થયું એ તો આપણે જાણીએ છીએ. આ બધા ક્યારે સુધરશે અને આ લોકો સામે સરકાર એક્શન લેશે કે ખાલી દારૂબંધીની માત્ર પોકળ વાતો કરતાં રહશે એ મોટો પ્રશ્ન છે?