આણંદ કલેક્ટરના સસ્પેન્શનનો વિવાદ ઘેરાયો, શું ડી એસ ગઢવીએ નિવાસી અધિક કલેક્ટર સાથેના ખટરાગના કારણે ખુરશી ગુમાવી? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-11 15:33:37

આણંદના કલેક્ટર ડી એસ ગઢવીને તાત્કાલીક સસ્પેન્ડ કરાયા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ડી એસ ગઢવીને જે રીતે બરખાસ્ત કરવામાં આવ્યા તેના કારણે આણંદ કલેક્ટર ઓફિસ અને ગાંધીનગરના ઉચ્ચ સરકારી વર્તુળોમાં એક જ સવાલ થઈ રહ્યો છે કે આટલા ઉચ્ચ સરકારી અમલદારની ઓફિસમાં સ્પાય કેમેરો લગાવ્યો કોણે? આ કૃત્ય પાછળ કોનો હાથ હોઈ શકે તેને લઈ અટકળોનું બજાર ગરમ છે. આણંદના કલેક્ટર ડી એસ ગઢવી તેમની ચેમ્બરમાં એક મહિલા સાથે કઢંગી હાલતમાં કેમેરામાં કેદ થયા બાદ રાજ્ય સરકારે નીતિ ભ્રષ્ટતાના અને શિસ્ત ભંગને લઈને સસ્પેન્ડ કર્યા ત્યારથી વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો.


કલેકટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો કોણે ફીટ કર્યો?


આણંદ કલેક્ટરની ઓફિસમાં સ્પાય કેમ લગાવી તે કેમેરાથી આ દ્રશ્યો શૂટ થયા હતા જેમાં કલેક્ટર મહિલા સાથે કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા. આ વર્ષના જાન્યુઆરી મહિનામાં આ વીડિયો લેવામાં આવ્યો હતો, જ્યારે હાલ ગુજરાત ભરમાં વાયરલ થયો છે. હવે આ વીડિયોને લઈને બીજા સવાલો ઊભા થઈ રહ્યા છે અને તે સવાલો સાથે કેટલીક ચર્ચાઓ પણ સામે આવી રહી છે. હાલમાં સવાલ એ છે કે કેમેરો કલેક્ટરની કચેરી સુધી ઈન્સ્ટોલ કેવી રીતે થઈ ગયો રાજ્યના ઉચ્ચ આઈએઅસ અધિકારીઓમાં એક સવાલ આંતરિક વર્તુળોમાં પુછાઈ રહ્યો છે કે  થઈ આણંદ કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો કોણે ફીટ કર્યો છે. આઈએએસ અધિકારના ચેમ્બરમાં કેમેરો લગાવવો પણ ક્રિમિનલ કેસ બને છે. આ વીડિયો સામે આવતા જ કલેક્ટર કચેરીના અત્યંત નજીક રહેલા વ્યક્તિઓ પર પણ શંકાની સોય ફરી રહી છે. ચેમ્બરમાં સ્પાય કેમ લાગી જાય છે અને તેની પાછળ કોઈ સાથી અધિકારીનો હાથ હોવાનું પણ સંભળાય છે. હવે એક સવાલ ઉઠ્યો છે કે આણંદની ઘટનામાં કડક પગલાં નહીં લેવાય તો પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ચેમ્બરમાં કેવી રીતે કરી શકશે કામ?


આંતરિક રાજકારણ અને બિલ્ડર લોબીની મિલિભગત?


આણંદના કલેક્ટર ડી એસ ગઢવીને હટાવવા માટે અગાઉથી જ કારસો ઘડવામાં આવ્યો હોવાનું સ્થાનિક સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જેમાં જમીનના મુદ્દે કલેક્ટર ડી એસ ગઢવી અને બિલ્ડર લોબીની નજરમાં આવી ગયા હતા. એક સ્થાનિક નેતાની પણ સંડોવણી આ પ્રકરણમાં બહાર આવી છે. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા એક અધિક નિવાસી કલેક્ટર સાથે કામોને લઈને તેમને સતત વિવાદ રહે તો હતો. આમ કલેક્ટર ડી એસ ગઢવી કોઈ સ્થાનિક રાજકારણનો ભોગ બનતા આ વીડિયો સ્ટિંગનું બન્યું હોવાનું જાણકારો માની રહ્યા છે.


શું હતો સમગ્ર મામલો?


આણંદ જિલ્લા કલેક્ટર મહિલા સાથે ગેરવર્ણૂંક કરતા કેમરામાં કેદ થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના 2008 બેચના આઇએએસ અધિકારી ડી.એસ. ગઢવીનો મહિલા સાથે વાંધાજનક વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી છે. કથિત વીડિયોમાં કલેક્ટર મહિલા સાથે ગેરવર્તણૂક કરતા દેખાય છે. આ વીડિયો છ મહિના પહેલાનો છે જેમા કલેક્ટર પોતાની જ કચેરીની મહિલાા સાથે હરકતો કરતા દેખાય છે.આ મામલે તપાસ કરવા માટે રાજ્ય સકાર દ્વારા ત્રણ મહિલા આઇએએસ અને બે સચિવ કક્ષાના અધિકારીની સમિતિ બનાવી છે. કલેક્ટરની ઓફિસમાં સ્પાય કેમેરા રાખીને વીડિયો શૂટ કરવામાં આવ્યો હોવાની આશંકા છે.


તપાસ કમિટીની રચના


રાજ્ય સકાર દ્વારા ત્રણ મહિલા આઇએએસ અને બે સચિવ કક્ષાના અધિકારીની સમિતિ બનાવી છે. આ તપાસ સમિતિમાં અધિક મુખ્ય સચિવ સુનયના તૌમર, અગ્ર સચિવ મમતા વર્મા, સચિવ મનિષા ચંદ્રા તથા સચિવાલયના અધિકારી દેવી પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બનાવમાં તપાસ અહેવાલ તૈયાર કરીને સામાન્ય વહિવટ વિભાગને સોપવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?