માલધારી Vs AMC વચ્ચેની લડાઈમાં ગયો એક વૃદ્ધનો જીવ, જાણો ક્યાં અને કેવી રીતે સર્જાઈ ઘટના? માલધારીઓ રોષે ભરાયા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-23 11:42:52

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકોના જીવ રખડતા ઢોરને કારણે ગયા છે. અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. દરરોજ અનેક લોકો આનો ભોગ બની રહ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મામલે આકરું વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ રખડતા ઢોરને પકડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મૂકીને પછી ઘરે ઘરે જઈને ઢોર પકડી લાવ્યા! ગઈકાલે એક ઘટના બની જેમાં સીએનસીડી વિભાગની ટીમ ઢોર પકડવા ગઈ હતી. આ દરમિયાન એક વૃદ્ધને હાર્ટ એટેક આવી ગયો.


AMCની ટીમ જ્યારે ઘરે બાંધેલા પશુને પકડવા આવી ત્યારે બની આ ઘટના!

ગઈકાલે સવારે શહેરના જુના વાડજ વિસ્તારમાં ઝવેરી પાર્ક નજીક આવેલી માલધારી સોસાયટીમાં સીએનસીડી વિભાગની ટીમ ઢોર પકડવા ગઈ હતી. આ દરમિયાન એક વૃદ્ધાને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું. જોકે, સ્થાનિક માલધારીઓ અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઘરમાં બાંધેલા ઢોર પકડવા આવી હતી. તે દરમિયાન વૃદ્ધ વચ્ચે પડ્યા હતા અને તેમને ધક્કો વાગતા તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ તેઓને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યું થયું આ ઘટના બાદ મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉસ્માનપુરા ખાતે આવેલી પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે ભેગા થઈ અને વિરોધ નોંધાવ્યો હતો. 


જવાબદાર અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ

200થી વધુ લોકોનું ટોળું ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે બેસી અને વિરોધ નોંધાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. એક તરફ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારોમાંથી માલધારી સમાજના લોકો ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની ઓફિસ પહોંચી ગયા હતા . રબારી સમાજના આગેવાનોની માગ છે કે, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની ઓફિસથી હટીશું નહીં. મૃતકને ન્યાય મળવો જોઇએ. ઢોર પકડવા આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે.



એક વૃદ્ધનું હાર્ટ એટેકને કારણે થયું મોત 


જ્યારે ઢોર પકડવા આવેલા લોકોની વાત કઈક અલગ હતી તેમને કહ્યું વાડજ વિસ્તારમાં રસ્તા, ફૂટપાથ, અવરજવરની કોમન જગ્યામાં ખિલા, ખુટા, દોરડા બાંધેલા પશુઓ રાખી ટ્રાફિક અને નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ઉભી થતા કામગીરી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં એક વૃદ્ધનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે જેને પશુ પકડવાની કામગીરી સાથે કોઈ લેવા દેવા નથી.


અનેક લોકોના જીવ મૂકાય છે રખડતા ઢોરને કારણે મુશ્કેલીમાં 

મહત્વનું છે કે ઢોર પકડવાની કામગીરી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી માલધારી સમાજમાં એક પ્રકારની રોષની લાગણી વ્યાપી ઉઠી છે. રખડતા પશુઓને ન પકડવામાં આવે તેવી માગ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે. અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં પશુઓને દયનિય હાલતમાં રાખવામાં આવ્યા છે. જે જગ્યા પર રખડતા પશુઓને રાખવામાં આવ્યા હતા તે જગ્યા પર ઉભા રહેવાની જગ્યા પશુઓ માટે ન હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?