અમદાવાદમાં રખડતા પશુને કારણે ગયો એક વૃદ્ધાનો જીવ, પોલીસે પશુ માલિક સામે નોંધ્યો ગુન્હો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-22 16:14:31

રખડતાં પશુઓનો આતંક સતત વધી રહ્યો છે. અનેક લોકો રખડતા પશુઓ તેમજ શ્વાનને કારણે મોતને ભેટતા હોય છે. ત્યારે અમદાવાદમાં રખડતાં પશુને કારણે એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પૂર્વ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા હાટકેશ્વરથી ચાલતા ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. ગાય દોડીને આવી અને વૃદ્ધાને પાછળથી શિંગડુ માર્યું. શિંગડામાં તેમના કપડા ભરાઈ ગયા હતા અને તેઓ રોડ પર પડી ગયા હતા. માથાના ભાગે તેમને ઈજા પહોંચી અને સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત નિપજ્યું હતું.


ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધાને હોસ્પિટલ ખસેડાયા હતા 

અનેક લોકોના જીવ અકસ્માતને કારણે જતા હોય છે. તો અનેક લોકોના જીવ રખડતા પશુના હુમલાને કારણે જાય છે. ત્યારે રખડતા પશુને કારણે વધુ એક વૃદ્ધાનો જીવ ગયો છે. રસ્તા પરથી ચાલતા ચાલતા જ્યારે વૃ્દ્ધા જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી ગાયે તેમની પર હુમલો કર્યો. આ ઘટના હાટકેશ્વર જાગેશ્વરી રોડ પર બની હતી. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું હતું.  


ગાયના માલિક વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ 

રખડતા પશુના વધતા ત્રાસને અટકાવવા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. સરકાર આ અંગે નિયમ પણ લાવી હતી પરંતુ ભારે વિરોધ થતાં તે નિર્ણયને પરત લઈ લેવાયો હતો. પરંતુ રાજ્યમાં વધતા રખડતા પશુના ત્રાસને રોકવા પ્રયાસ કરવો જોઈએ. આ ઘટના બાદ  આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. ગાય દ્વારા હુમલો 12 ફેબ્રુઆરીના રોજ થયો હતો પરંતુ આજે તેમનું મોત થયું છે. વૃદ્ધાના પરિવારે પોલીસને લેખિતમાં અરજી કરી હતી. વૃદ્ધાનું મોત થતા ગાયના માલિક વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.    




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...