Anandથી ગુરૂ શિષ્યના સંબંધને લાંછન લાગે તેવી ઘટના સામે આવી, વિદ્યાર્થીનીને પ્રેમ જાળમાં ફસાવી અને આચર્યું દુષ્કર્મ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-15 15:52:15

આપણે ત્યાં શિક્ષકને ઉચ્ચું સ્થાન આપવામાં આવ્યું છે, શિક્ષકને માતા પિતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ અનેક શિક્ષકો એવા હોય છે જે આ પદને લાંછન લગાવતા હોય છે. અનેક એવા શિક્ષકો એવા હોય છે જે વિદ્યાર્થીનીઓ પર નજર બગાડે છે અને પોતાના હવસનો શિકાર બનાવે છે. ત્યારે આણંદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પીટી શિક્ષકે 17 વર્ષીય વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાઈ છે. એવી પણ માહિતી સામે આવી છે કે તેની પર અનેક વખત દુષ્કર્મ પણ આચર્યું છે. શિક્ષક વિદ્યાર્થીનીને પોતાના મિત્રને ત્યાં લઈ ગયો હતો. શાળાએ ગયેલી સગીરા ઘરે પાછી ના આવતા વિદ્યાર્થીનીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી. સગીરા જ્યારે ઘરે આવી ત્યારે તેણે પોતાના પરિવારના સભ્યોને આ વાતની જાણ કરી અને મળતી માહિતી અનુસાર પોલીસે નરાધમ શિક્ષકની અટકાયત કરી લીધી છે. 


શિક્ષકે વિદ્યાર્થીની પર બગાડી નજર!  

આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકાથી એક ઘટના સામે આવી છે ગુરૂ શિષ્યના સંબંધોને શર્મસાર કરે તેવી છે. માધ્યમિક શાળામાં પી.ટી શિક્ષક તરીકે ફરજ બજાવતા 42 વર્ષીય શિક્ષક જયેન્દ્ર રાજે 17 વર્ષીય સગીર વિદ્યાર્થીનીને પોતાના હવસનો શિકાર બનાવી છે. નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીને એવી લાલચ આપી કે તે રમતગમતમાં આગળ વધારશે. રમત ગમત ક્ષેત્રમાં તેને આગળ વધારશે તેવી લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. એવી પણ માહિતી સામે આવી કે શિક્ષકે વિદ્યાર્થીનીને લગ્નની લાલચ પણ આપી હતી. વિદ્યાર્થીનીને તે ભગાડી ગયો અને અનેક વખત તેની પર દુષ્કર્મ આચર્યું. સગીરા પર નરાધમે 13 દિવસ સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ દરમિયાન સગીરાને ભગાડીને ડાકોર પાસે પીલોદ ગામે તેના મિત્રને ત્યાં રાખી. તો આ તરફ વિદ્યાર્થીનીના પરિવારે પોલીસ ફરિયાદ કરી. 


દીકરી જ્યારે ઘરે આવી ત્યારે ફૂટ્યો ભાંડો!

13 દિવસ બાદ જ્યારે સગીરા ઘરે આવી ત્યારે પરિવારજનોએ તેની કડક પૂછપરછ કરી અને તે બાદ આ આખા વાતની ખબર પડી. પરિવારે કડક પૂછપરછ કરી તે બાદ આખો ભાંડો ફૂટ્યો. આખી ઘટનાની ખબર પડતા પરિવાર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી અને તે બાદ પોલીસે આ નરાધમ શિક્ષકની અટકાયત કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. 


દીકરીઓ પોતાના ઘરમાં પણ નથી સુરક્ષિત!

મહત્વનું છે કે આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે ગુજરાત દીકરીઓ માટે સુરક્ષીત રાજ્ય માનવામાં આવતું હતું. જો દીકરી ઘરની બહાર હોય તો પરિવારના સભ્યોને વધારે ટેન્શન ના રહેતું પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. દીકરીઓ પોતાના ઘરમાં પણ સુરક્ષીત નથી. ઘરમાં તો ઠીક પરંતુ પોતાના પરિવારના સભ્યોથી પણ અસુરક્ષિત છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં ભાઈ બહેનને હવસનો શિકાર બનાવે છે તો પિતા દીકરીને હવસનો શિકાર બનાવી રહ્યા છે!   



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...