'યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ' આપણે ત્યાં આવું કેહવાય છે. મતલબ કે જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. મહિલાઓને આપણે ત્યાં દેવીનું સન્માન આપવામાં આવ્યું છે. દેવીનું રૂપ મહિલાઓને માનવામાં આવે છે. પરંતુ અનેક એવા કિસ્સાઓ, અનેક એવી ઘટનાઓ બનતી હોય છે જે આપણને માનવી હોવા પર લજવી દે છે.
પ્રતાપગઢથી સામે આવ્યો માનવતાને શર્મસાર કરે તેવો કિસ્સો
સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે તે ખબર નથી પડી રહી. હેવાનિયતની તમામ હદો લોકો પાર કરી રહ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. માનવતા દિવસેને દિવસે શર્મસાર થઈ રહી છે. રાજસ્થાનથી જે કિસ્સો સામે આવ્યો છે તેને લઈ અમે આ વાત કરી રહ્યા છીએ. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં ગર્ભવતી મહિલાને નિર્વસ્ત્ર કરી ફેરવવામાં આવી છે. જે વ્યક્તિએ મહિલાને નિર્વસ્ત્ર કરી છે તે તેનો પતિ છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. એક વીડિયો સામે આવ્યો છે તેમાં મહિલાને નિર્વસ્ત્ર કરી તેની પરેડ નિકાળવામાં આવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે જે મહિલાને નિર્વસ્ત્ર કરવામાં આવી છે તેના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. આ વીડિયો ચાર દિવસ જૂનો છે. મહિલાને બીજા પૂરૂષ સાથે પ્રેમ થયો અને તે તેની સાથે ભાગી ગઈ હતી. આ વાતની પરિવારને જાણકારી મળી અને મહિલાનો પીછો કર્યો અને પછી આ સમગ્ર ઘટના બની હતી. પરિવારના સભ્યોએ તેને માર પણ માર્યો હતો.
પતિએ જ પત્નીને કરી નિર્વસ્ત્ર અને પછી નિકાળી પરેડ!
એક તરફ આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ, મહિલાને સન્માન આપવાની વાતો કરીએ છીએ તો બીજી તરફ આપણી સામે એવા કિસ્સાઓ સામે આવે છે આપણને એ વિચારવા મજબૂર કરે છે કે મહિલાઓ ઘરમાં પણ સુરક્ષિત નથી. એવી અનેક ઘટનાઓ સામે આવે છે જે માનવતાને શર્મસાર કરે છે. રાજસ્થાનના પ્રતાપગઢથી એક કિસ્સો સામે આવ્યો છે જે આપણા રૂંવાડા ઉભા કરી દે તેવા છે. પરિવારના સભ્યોએ જ પ્રેગ્નેટ મહિલાને માર માર્યો અને પછી મહિલાને નિર્વસ્ત્ર કરી તેની પરેડ નિકાળવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. મહિલાને નગ્ન કરી ફેરવવાની ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વીડિયો સામે આવતા પોલીસે કરી આ કાર્યવાહી
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં 21 વર્ષિય મહિલાને તેનો પતિ નિર્વસ્ત્ર કરી રહ્યો છે. અને સર્ગભા મહિલાની પરેડ નિકાળવામાં આવે છે અને લોકોએ તેનો વીડિયો બનાવ્યો. જે વીડિયો સામે આવ્યો છે તેમાં મહિલા રડી રહી છે. મહિલા સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. મામલો સામે આવ્યા બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. મળતી માહિતી અનુસાર પ્રતાપગઢ એસપી સાથે બાંસવાડા રેન્જના આઈજીએ આરોપીની ધરપકડ કરી લીધી છે.
ભાજપના નેતાએ ઘેર્યા અશોક ગહેલોતને!
રાજસ્થાનમાં હાલ કોંગ્રેસની સરકાર છે. અશોક ગેહલોત ત્યાંના મુખ્યમંત્રી છે. કોંગ્રેસની સરકાર હોવાને કારણે ભાજપ આ મામલે આક્રામક દેખાઈ રહી છે. ગેહલોત સરકારને ભાજપે ઘેરી છે. આ મામલે અશોક ગેહલોતે એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે કે પિયર અને સાસરિયા પક્ષ વચ્ચે પારિવારીક વિવાદને લઈ સાસરી પક્ષના લોકોએ મહિલાને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કર્યો. તેનો વીડિયો સામે આવ્યો છે. આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ભાજપથી પણ આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે. સતીશ પૂનિયાએ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે "राजस्थान में महिलाओं के प्रति बढ़ते वीभत्स अपराध चीख चीख कर दरिंदगी बयान कर रहे हैं और आप किसी अबला की अस्मत बचाने की बजाय कुर्सी बनाए रखने की सियासत में व्यस्त हैं, लानत है ऐसी कुर्सी और ऐसी सियासत पर, जनता तो क्या अब तो भगवान भी माफ़ नहीं करेगा।"
The video from Pratapgarh, Rajasthan is shocking. What is worse is, governance in Rajasthan is totally absent. The CM and Ministers are busy settling factional squabbles, and the remaining time is spent appeasing one dynasty in Delhi. It's no wonder the issue of women’s safety is…
— Jagat Prakash Nadda (@JPNadda) September 2, 2023
મણિપુર મુદ્દે ભાજપના નેતા શા માટે થઈ જાય છે ચૂપ?
The video from Pratapgarh, Rajasthan is shocking. What is worse is, governance in Rajasthan is totally absent. The CM and Ministers are busy settling factional squabbles, and the remaining time is spent appeasing one dynasty in Delhi. It's no wonder the issue of women’s safety is…
— Jagat Prakash Nadda (@JPNadda) September 2, 2023ત્યારે એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે કે ભાજપ વાળા ત્યારે જ બોલે છે જ્યાં બિન ભાજપી સરકાર છે એટલે એ રાજ્યો જ્યાં ભાજપની સરકાર નથી. પરંતુ આવી ઘટના જ્યારે ભાજપ શાસિત રાજ્યમાં બને છે ત્યારે દરેક નેતાઓ, દિગ્ગજ નેતાઓ ચૂપી સાધી દે છે. અમે આ વાત મણિપુરથી સામે આવેલી ઘટના બાદ અલગ અલગ નેતાઓ દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયાઓ પરથી કરી રહ્યા છીએ.
સત્તાથી પર થઈ નેતાઓ ક્યારે વિચારશે મુદ્દાઓ વિશે?
ભાજપના નેતાઓએ, ખુદ પીએમ મોદીએ ઘટના અંગે વધારે વાત કરી ન હતી. માત્ર અમુક સેકેન્ડોની અંદર જ તેમણે આ મુદ્દો પતાવી દીધો હતો અને વિપક્ષ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. નેતાઓએ એ ન ભૂલવું જોઈએ કે મહિલા ભલે ગમે તે રાજ્યમાં રહેતા હોય, રાજ્યમાં ગમે તે પાર્ટીની સત્તા હોય પરંતુ તે મહિલા છે. મહિલાની ગરીમા સરખી હોય છે. જો ભાજપના નેતાઓ કોંગ્રેસને સવાલ પૂછતા હોય તો તેમને પણ મણિપુરમાં બનેલી ઘટના અંગે જવાબઆપવો પડે. આ એવી ઘટનાઓ છે જેમાં રાજનીતિથી પર થઈને માનવતાની દ્રષ્ટિએ વિચારવું પડશે.