દિલ્હીમાં એક તરફ કંઝાવાલા કેસની ચર્ચાઓ સમાપ્ત નથી થઈ ત્યારે આવી જ ઘટના ફરી એક વખત દિલ્હીમાં બની છે. અકસ્માતને કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. રાજધાની દિલ્હીથી એક હિટ એન્ડ રન કેસ સામે આવ્યો છે જેમાં એક્સિડન્ટ કર્યા બાદ અનેક મીટરો સુધી ઘસેડ્યો હતો. પોલીસે આ મામલે પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે.
ગાડીએ 350 મીટર સુધી ઘસેડ્યો
અકસ્માતોની સંખ્યામાં તો વધારો થઈ રહ્યો છે પરંતુ અકસ્માત સર્જયા બાદ ઘસેડવાના કિસ્સાઓ શાંત નથી થઈ રહ્યા. એક બાદ એક આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા કંઝાવાલા ઘટના સામે આવી હતી જેમાં એક છોકરી અનેક કિલોમીટર સુધી ઘસેડાઈ હતી. ત્યારે ફરી એક વખત આવી ઘટના સામે આવી છે. 350 મીટર સુધી અકસ્માત બાદ વ્યક્તિને ઘસેડ્યો જેને કારણે તેનું મોત થયું છે.
કેવી રીતે બની ઘટના?
આ ઘટના લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી. કેશવપુરમ પોલીસ સ્ટેશનની પીસીઆર વાન પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે પોલીસે કનૈયા નગર વિસ્તારમાં ટાટા જેસ્ટ કાર અને સ્કુટી વચ્ચે ટક્કર થઈ હતી. સ્કુટી પર બે યુવકો બેઠા હતા અને અકસ્માત થયા બાદ એખ યુવક હવામાં ઉછળીને કારની છત પર પડી ગતો જ્યારે બીજો યુવક ગાડીના વિન્કસ્ક્રીન અને બોનેટ વચ્ચે ફસાઈ ગયો. અકસ્માત સર્જયા બાદ ગાડી રોકવાની બદલે કારને ભગાડી. કારની નીચે ફસાયેલો વ્યક્તિ પણ ગાડીની સાથે ઘસેડાતો ગયો હતો. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક વ્યક્તિને મૃત જાહેર કરી દેવામાં આવ્યો જ્યારે બીજા વ્યક્તિની હાલત ગંભીર છે.
પોલીસે આરોપીની કરી ધરપકડ
ગુરૂવાર-શુક્રવારની રાત્રે એક કારે સ્કુટીને ટક્કર મારી જેને કારણે બે લોકો રસ્તા પર પડી ગયા હતા. એક વ્યક્તિનું માથું ગાડીના બોનેટમાં ફસાઈ ગયું હતું. આ બાદ ગાડીએ એ વ્યક્તિને અંદાજીત 350 મીટર સુધી ઘસેડ્યો. જેને કારણે તેનું મોત થઈ ગયું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે આ ઘટનાને ધ્યાનમાં રાખી પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે. જાન્યુઆરી મહિનામાં જ અંજલી નામની છોકરી સાથે આવી ઘટના બની હતી જેમાં તેને 12-13 કિલોમીટર સુધી ઘસેડી હતી. ફરી આવી ઘટના દિલ્હીમાં બની છે. આવી જ ઘટના થોડા સમય પહેલા ગુજરાતના સુરતમાં પણ બની છે.