ગુજરાત જેવી ઘટના મધ્યપ્રદેશમાં બની! નાની બાળકી બોરવેલમાં પડી! રેસ્ક્યુ ઓપરેશન દ્વારા અઢી વર્ષની દીકરીને બચાવવા થઈ રહ્યો છે પ્રયાસ, જાણો સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-07 15:59:44

બોરવેલમાં ફસાવાઈ જવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા ગુજરાતના જામનગરમાં એક દીકરી બોરવેલમાં ફસાઈ ગઈ હતી. ત્યારે હવે મધ્યપ્રદેશના સિહોરમાં પણ આવી જ ઘટના બની છે. અઢી ત્રણ વર્ષની બાળકી 300 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકીને સુરક્ષિત રીતે કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યં છે. 20 કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે પરંતુ હજી સુધી બાળકીને બહાર લાવવામાં સફળતા નથી મળી. આ અંગે મળતી માહિતી અનુસાર બાળકી 20 ફૂટની ઉંડાઈમાં ફસાઈ હતી પરંતુ તે ધીમે ધીમે નીચે જઈ રહી છે.


મધ્યપ્રદેશના સિહોરમાં બોરવેલમાં પડી બાળકી! 

બાળક રમતા રમતા અનેક વખત એવી મોટી મુશ્કેલીમાં ફસાઈ જતા હોય છે જેને કારણે તેમનો જીવ જોખમમાં મૂકાઈ જતો હોય છે. કોઈ વખત બાળક સિક્કો ગળી જાય છે તો કોઈ વખત રમતા રમતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. થોડા દિવસો પહેલા ગુજરાતમાં એક બાળકી બોરવેલમાં ફસાઈ ગઈ હતી ત્યારે ફરી આવી જ ઘટના બની છે. પરંતુ આ વખતે ગુજરાતમાં નહીં પરંતુ મધ્યપ્રદેશમાં. મંગળવારે અઢી ત્રણ વર્ષની દીકરી બોરવેલમાં ફસાઈ ગઈ હતી. બાળકીને બચાવવા છેલ્લા ઘણા કલાકોથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જે બાળકી બોરવેલમાં પડી ગઈ છે તેનું નામ સૃષ્ટિ બતાવવામાં આવી રહ્યું છે.


દીકરીને બચાવવા હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન!  

અંદાજીત 20 કલાકથી બાળકીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બોરવેલની નજીક ખોદકામ કરવામાં આવી બાળકી સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 300 ફૂટ ઉંડા બોરવેલમાં તે પડી ગઈ હતી અને ધીરે ધીરે બાળકી નીચે સરકી રહી છે. જેસીબીની મદદથી આજુ બાજુમાં ઉંડા ખાડા ખોદવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ મામલે ગંભીરતા દર્શાવી છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દીકરીને નિકાળવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. NDRFની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને આર્મીને પણ બોલાવવામાં આવશે તેવી માહિતી હાલ મળી રહી છે. ત્યારે દીકરી જલ્દીથી સુરક્ષિત રીતે બહાર નીકળી આવે તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. 


બાળકી જીવતી બહાર આવે તે માટે કરાઈ રહી છે પ્રાર્થના!

ત્યારે બાળકી સુરક્ષિત રીતે બહાર નીકળી શકે છે કે કેમ તેની પર સૌ કોઈની નજર છે. અનેક એવા કિસ્સાઓ છે જેમાં બોરવેલમાં ફસાયેલું બાળક જીવતા બહાર નીકળે તો એવા પણ અનેક કિસ્સાઓ છે જેમાં ભારે મહેનત કર્યા બાદ પણ જીવ નથી બચાવાઈ શકાતો. જામનગરમાં જે દીકરી બોરવેલમાં ફસાઈ હતી તે મૃત્યુ પામી છે. ત્યારે જોવું રહ્યું કે આ બાળકીને જીવતી બચાવવાના પ્રયાસ સફળતા થાય કે કેમ તે જોવું રહ્યું.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?