મણિપુરની આ ઘટના તમને વિચલીત કરી દેશે... શાંત થવાને બદલે અશાંત થયો માહોલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-20 13:21:25

देखो हम बहुत पाखंडी लोग हैं. हम अपने को प्राचीनतम महान संस्कृति वाले आदर्शवादी और नैतिक मानते हैं। परंतु हमसे ज्यादा नीच और क्रूर जाति दुनिया में कोई नहीं अफ्रीका के जंगली कबीलों में भी नारी पर उतने अत्याचार नहीं होते जितने हम करते हैं और कहते हैं नारी पवित्र और पूज्या हैं. हरिशंकर परसाईએ જ્યારે આ લખ્યું હશે ત્યારે પરિસ્થિતિ શું હશે તે ખ્યાલ નથી પણ હવે માણસને માણસ કહેતા પણ શરમ આવે છે. અલગ અલગ મીડિયા રિપોર્ટના આધારે દિલ દહેલાઈ દે તેવા સમાચાર સામે આવ્યા છે ઉપરાંત મણિપુરની હિંસા વચ્ચે એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમા બે મહિલાઓને નગ્ન અવસ્થામાં ઘણા બધા લોકોની વચ્ચે રસ્તા પર પરેડ કરાવામાં આવી રહી છે મીડિયા રીપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે છોકરીઓ સાથે ગેંગ રેપ પણ થયો છે એક જાતિ સંગઠન ઈન્ડિજિનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ આરોપ લગાવ્યો છે કે બંને મહિલાઓ પર ખેતરમાં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. ફોરમનો દાવો છે કે બંને મહિલાઓ કુકી જનજાતિની છે.


મહિલા કરગરે છે પરંતુ કોઈ નથી સાંભળતું

ITLFએ કહ્યું કે વીડિયોમાં ટોળું મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે મહિલાઓ પોતાની ઈજ્જત માટે કગરે છે રડે છે પણ કોઈ સાંભળતું નથી. આ ઘટના ઇમ્ફાલથી લગભગ 35 કિલોમીટર દૂર કંગપોકપી જિલ્લામાં બની હતી તેવું કેહવામાં આવી રહ્યું છે 4 મેનો આ વીડિયો છે અને ત્યારે ઈન્ટરનેટ બંધ હતું એટલે અત્યારે આ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે 


સ્ત્રીની ઈજ્જત અને હકની વાતો કરતા લોકો આજે ચૂપ કેમ છે? 

બે જાતિ વચ્ચે લડાઇ આ હદે પહોંચી ગઈ કે કોઈ સ્ત્રીને નિર્વસ્ત્ર કરી તેની પરેડ નીકાળે છે અને પછી ગેંગ રેપ કરે છે તાલિબાની શાસન સમયે આવા વીડિયો વાઇરલ થતાં ત્યારે બધા બુમ્મો પાડી પાડીને સ્ત્રીની ઈજ્જત અને હકની વાત કરતા હતા એ લોકો કેમ મણિપુરની આ ઘટના પર ચૂપ છે? કેમ આપણે આવી પરિસ્થિતિમાં દેશના નાગરિક તરીકે રાજનીતીને અલગ રાખીને સત્તાને સવાલ નથી પૂછી શકતા? 


જો આજે નહીં બોલીએ તો ક્યારેય નહીં બોલી શકો! 

જો આ દ્રશ્યો જોઇને પણ આંખોમાં પીડા કે આક્રોશ નથી આવતો તો ધિક્કાર છે માણસ જાતને જે એવું સમજે છે કે આ મારી કોણ લાગે છે એને યાદ કરવાની છે એ પ્રતિજ્ઞા કે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે આ રસ્તા પર નિર્વસ્ત્ર છે એ તમારી બેન છે. જો આજે નહિ બોલો સવાલ નહિ કરો તો ક્યારેય નહીં કરી શકો!

સત્તાપક્ષ આ મુદ્દે કેમ ચૂપ છે? 

આ ઘટના સામે આવતા નેતાઓની તેમજ સામાન્ય માણસોની પ્રતિક્રિયા સામે આવી રહી છે જેમાં આ ઘટનાને નિંદનીય કહેવાઈ રહી છે. મીડિયા કર્મી, નેતાઓથી લઈ સામાન્ય માણસ આ મુદ્દે પ્રતિક્રિયા આપી રહ્યા છે પરંતુ સત્તા પક્ષ હજી પણ આ મામલે કંઈ બોલવા તૈયાર નથી. આ ઘટનાને પગલે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ સ્મૃતિ ઈરાની સહિતના નેતાઓએ ટ્વિટ કરી છે.  લોકસભાની ચૂંટણીમાં સત્તાપક્ષ એટલી બધી વ્યસ્ત છે કે મણિપુરમાં થઈ રહેલી હિંસા દેખાતી નથી. મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે દેખાતો નથી. સત્તાપક્ષ જાણે આ ઘટનાને લઈ મગનું નામ મરી નથી પાડવા માગતા એવું લાગી રહ્યું છે. ટ્વિટર પર નરેન્દ્ર મોદી રાજીનામું આપે તેવું ટેન્ડ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈ અનેક ફોટો તેમજ કાર્ટૂન શેર થઈ રહ્યા છે જેમાં આ ઘટનાની ઘોર નિંદા કરવામાં આવી રહી છે. 


Image
 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?