પોલીસ વડાએ લીધો મહત્વનો નિર્ણય, કોઈપણ પોલીસકર્મી સોશિયલ મીડિયામાં વર્દી પહેરીને રિલ બનાવશે તો થશે કાર્યવાહી, પરિપત્ર કરાયું જાહેર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-18 10:07:31

સોશિયલ મીડિયાનો કેઝ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. છોકરાઓ તો પહેલેથી રિલ્સ બનાવાના અને જોવાના દિવાના હતા પરંતુ હવે તો વડીલો પણ રિલ્સ જોતા થઈ ગયા છે. અનેક વખત પોલીસકર્મીઓના પણ વીડિયો અથવા તો રિલ્સ સામે આવતા હોય છે જેમાં તે વર્દી પહેરીને ડાન્સ કરતા જોવા મળતા હોય છે. યુનિફોર્મમાં તે રિલ્સ અથવા તો વીડિયો બનાવીને મૂકતા હોય છે પરંતુ હવે તે વર્દીમાં સોશિયલ મીડિયા પર વીડિયો અથવા તો રિલ્સ નહીં મૂકી શકે. પોલીસ વડા દ્વારા આ અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આની પહેલા પણ આ અંગેનું પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ તેનાથી કોઈ ફરક ન પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈ ફરી એક વખત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે.

Image

વર્દીમાં પોલીસકર્મીઓના વીડિયો થતા હોય છે સોશિયલ મીડિયા પર વાયરલ 

સામાન્ય માણસોના માનસમાં પોલીસને લઈ નકારાત્મક છબી ઉભી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની છબીને નુકસાન પહોંચે તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ અનેક એવા પોલીસ અધિકારીઓ હોય છે જેમને જોઈ આપણા મનમાં આદરનો ભાવ જાગે. અનેક પોલીસકર્મીઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે જેમાં તે યુનિફોર્મમાં રિલ્સ બનાવતા દેખાતા હોય છે. રિલ્સ બનાવવા પર કોઈ રોક નથી પરંતુ યુનિફોર્મમાં હવેથી કોઈ પણ પોલીસકર્મી વીડિયો અથવા તો રિલ્સ નહીં બનાવી શકે, કારણ કે ગુજરાત પોલીસ વડાએ આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. 


વર્દી પહેરી પોલીસકર્મીઓ નહીં બનાવી શકે રિલ્સ  

જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેનો ચૂસ્તપણે અમલ કરવા આદેશ આપવામાં આવ્યો છે. પરિપત્રમાં ઉલ્લેખ છે કે પોલીસ અધિકારીઓ કર્મચારી દ્વારા ફરજ પર તથા સિવાયના સમયે પોલીસ યુનિફોર્મમાં સોશિયલ મીડિયામાં રિલ અને વીડિયો બનાવીને અલગ અલગ મીડિયાના એપ્લિકેશન ઉપર પોસ્ટ કરીને પોલીસની છબીને કલંકિત કરવા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેથી કરી તમામ અધિકારી અને કર્મચારીઓએ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવું પડશે તેવું જણાવવામાં આવ્યું છે.  


પોલીસ વડાએ નવો પરિપત્ર કર્યો જાહેર

મહત્વનું છે કે આજના લોકોમાં સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવવાનો કેઝ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. યુવાનો, મહિલાઓ દરેક લોકો રિલ્સ બનાવવાના શોખિન થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. અનેક સરકારી અધિકારીના પણ રિલ્સના વીડિયો સામે આવતા હોય છે. આ શ્રેણીમાં પોલીસનો પણ સમાવેશ થાય છે. અનેક પોલીસ અધિકારીઓ, કર્મીના વીડિયો સામે આવતા હોય છે જેમાં તે વર્દીમાં ડાન્સ કરતા અથવા તો રિલ્સ બનાવતા જોવા મળતા હોય છે. ત્યારે પોલીસ વડાએ પોલીસની છબીને નુકસાન ન પહોંચે તે માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. જો કોઈ  પણ પોલીસ કર્મી યુનિફોર્મમાં રિલ બનાવશે તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 


જો પોલીસકર્મી નહીં માને તો કરાશે કાર્યવાહી 

મહત્વનું છે કે અનેક પોલીસ કર્મીઓ સોશિયલ મીડિયા પર પોલીસ યુનિફોર્મ પહેરી રિલ બનાવી અપલોડ કરતા હોય છે. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે આચારસંહિતા બહાર પાડવામાં આવી છે અને તેનો ચૂસ્તપણે અમલ કરવા પોલીસને આદેશ આપી દેવામાં આવ્યો છે. જો કોઈ પોલીસકર્મી નિયમોનું પાલન નહીં કરે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.        



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...