ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું.. ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આંદોલન કર્યું.. પોલીસ અને ઉમેદવારો વચ્ચે જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા તે આપણે સૌએ જોયા છે.. પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થયું. આંદોલન બાદ સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. શિક્ષકોની ભરતીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી.
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી માહિતી
શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરવામાં આવી હતી પરંતુ કમ્પ્યુટર, વ્યાયામ તેમજ સંગીતના શિક્ષકો અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં ના આવી હતી..તેમની ભરતી અંગે કોઈ જાણકારી આપવામાં આવી ના હતી.. પરંતુ ગઈકાલે શિક્ષણ મંત્રી દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી.. સોશિયલ મીડિયા પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાણકારી આપી કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૭૫૦૦ જેટલા શિક્ષણ સહાયકોની ભરતી કરવા જાહેરાત કરેલ છે. જે અંતર્ગત શાળા મંડળની માંગણી અનુસાર સાક્ષરી વિષયોની સાથે વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે.