કડીમાં 6 માસથી ચાલતું ગેરકાયદેસર કૉલ સેન્ટર પકડાયું


  • Published By :
  • Published Date : 2023-10-08 11:04:22

કડી પોલીસે નાનીકડીના વ્રજ એપારટમેન્ટમાંથી અમેરિકનો સાથે છેતરપિંડી કરતા ગેરકાયદે કૉલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે અમેરિકન નાગરિકોને ટોકાટોન સોફટવેરના મારફતે કૉલ કરી લોન આપવાનું કહી છેતરપિંડી કરતી ટોળકી પોલીસના હાથે લાગી છે કડી પોલીસે નાની કડી ખાતે ફ્લેટ માં ગેર કાયદેસર રીતે ચાલતા  "યુ.એસ.એ કોલ સેન્ટર" પર રેઇડ કરી પર્દાફાશ કર્યો,

કડી પોલીસને મોટી સફળતા જેમાં કડી પોલીસે 9 આરોપીઓ ને ઝડપી પાડ્યા છે આ આરોપીઓ નાની કડી ખાતે વ્રજ એપાર્ટમેન્ટ E-405 માં ગેરકાયદેસર રીતે બોગસ કોલ સેન્ટર ચલાવતા હતા, આરોપીઓ અમેરિકન નાગરિકો ને 'ટોકા ટોન' સોફ્ટવેર દ્વારા અમેરિકાનો નંબર ડિસ્પ્લે કરી અમેરિકા ના નાગરિકો ને કોલ કરી ' Lending Club' કંપની ના કોઈ અધિકૃત કર્મચારી ન હોવા છતાં પણ ખોટી ઓળખ આપી વાત કરતા, આરોપીઓ 'Lending Club'  ના એપ્રુવલ લેટર ના ડુપ્લીકેટ લેટર બનાવી તેમજ પર્સનલ લોન નુ ખોટુ એગ્રીમેન્ટ બનાવી તેનુ સાચા તરીકે ઉપયોગ કરી અમેરિકન નાગરિકો ને આપી ડિપોઝિટ જમા થઈ હોવાનુ કહી વિશ્વાસ અને ભરોસો આપી તેઓની પાસેથી ટ્રાન્જેક્શન ફી પેટે વોલમાર્ટ, એબેય - કાર્ડ, ટાર્ગેટ કાર્ડ જેવા ગિફ્ટ કાર્ડ ના અલગ અલગ નંબરો મેળવી તે આધારે નાણાકીય પ્રોસેસ કરાવી ગિફ્ટ કાર્ડ ને રોકડ માં રૂપાંતરિત કરી ગેરકાયદેસર રીતે આર્થિક ફાયદો મેળવી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરતા,

પોલીસે 8 આરોપીઓ ને ઝડપી તેમની પાસેથી લેપટોપ નંગ 8 , હેડફોન નંગ 6, એક્સટેશન બોર્ડ, મોબાઈલ નંગ 14, રાઉટર, બે મોટર  સાઇકલ, બે કાર, તેમજ રોકડ રકમ મળી કુલ કિં રૂ. 16,13,350/- નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરૂદ્ધ IPC ACT 406,419,420,465,467,468,471,120B અને આઇ ટી એક્ટ 66C,66D મુજબ નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


પકડાયેલા આરોપીઓ ના નામ અને સરનામા :


1. પટેલ કુલદીપ મનોજભાઇ, રહે. ડી/૪૦૨ સહજ-૨, આર.એ.એફ. કંપની  સામે, વસ્ત્રાલ રીંગ રોડ, અમદાવાદ.


2. ભળોરિયા પ્રબલ પ્રતાપસિંગ બ્રિજેસસિંગ, રહે. પ્રાણકુંજ નિભાગ-૦૨ મેઘાણીનગર,સાઇં બાબા સોસાયટી પાસે, અમદાવાદ ( મૂળ ઉતરપ્રદેશ).


3. રાજપતુ નાગેન્દ્રસિંહ અશોકસિંહ અમરસિંહ, રહે, ઊતર પ્રદેશ.


4. પાંડે અર્ચિત હિતેન્દ્રબાબુ, રહે. અમદાવાદ.


5. તોમર સચિન સિંગ યદુવિર સિંહ, રહે, ઉમિયા નગર ,તક્ષશિલા સ્કૂલ ની પાછળ, ઓઢવ અમદાવાદ, મૂળ રહે. મધ્યપ્રદેશ.


6. રાઠોડ વિકાસ મોહનભાઈ, રહે. અયોધ્યાનગર, ઓઢવ, અમદાવાદ, મૂળ. રહે. રાજસ્થાન.


7. સિંહ પ્રભાત રાજીવસિંગ, રહે. આદિનાથ, ઓઢવ અમદાવાદ, મૂળ રહે. ઉતરપ્રદેશ.


8. તિવારી નેહાલ અનિલકુમાર, રહે. કૃષ્ણ નગર, અમદાવાદ, મૂળ રહે. ઊતર પ્રદેશ.


9. કાયદા ના સંઘર્ષ માં આવેલ બાળ કિશોર.



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..