દેશની અર્થવ્યવસ્થામાં રોડ સૌથી મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. જો રોડ સારા હોય તો દેશની પ્રગતિને વેગ મળતો હોય છે તેવી વાત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપૈયી માનતા હતા. ત્યારે આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં રસ્તાના નિર્માણ દરમિયાન વાપરવામાં આવેલા માલ સામાનની ગુણવત્તાને લઈ અનેક પ્રશ્નો ઉઠતા હોય છે. અનેક વખત ભ્રષ્ટાચારના આરોપો લગાવામાં આવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રસ્તાને લોકો પથારીની ચાદરની જેમ ઉઠાવી રહ્યા છે.
પથારીની ચાદર જેવા રોડનો વીડિયો Social Mediaમાં થયો Viral, લોકોએ આપી જબરદસ્ત પ્રતિક્રિયા | Jamawat#viralvideo #road #jamawat #jamawatupdate #corruption pic.twitter.com/xY3DYJS1lQ
— Jamawat (@Jamawat3) May 31, 2023
રસ્તાને લોકોએ હાથમાં ઉઠાવ્યો!
વરસાદ દરમિયાન રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે જુહાપુરામાં ભૂવો પડ્યો હતો. ગયા વર્ષે જે જગ્યા પર ભૂવો પડ્યો હતો એ જ જગ્યા પર આ વખતે પણ સામાન્ય વરસાદમાં ભૂવો પડ્યો છે. આ વાતને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રસ્તાને લોકો ચાદરની જેમ ઉઠાવી રહ્યા છે. એ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયો નથી પરંતુ આ વીડિયો પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે.