આપણે ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ કારણ કે સરહદ પર આપણા દેશના જવાનો દેશની રક્ષા કરે છે.. પરંતુ અનેક વખત અથડામણમાં દેશે પોતાના વીર સપૂતોને ગુમાવ્યા છે.. આતંકી હુમલામાં પણ દેશે પોતાના અનેક જવાનોને શહીદ થતા જોયા છે.. થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીરથી સમાચાર સામે આવ્યા હતા આતંકી હુમલાના ત્યારે ફરી એક વખત ગઈકાલે જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ છે જેમાં ચાર જવાન શહીદ થઈ ગયા છે. તે સિવાય અનેક જવાનો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે તેવી માહિતી સામે આવી છે..
અથડામણમાં ચાર જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરથી ફરી એક વખત દુ:ખદ ઘટના સામે આવી છે.. ચાર જવાનો આતંકવાદી સાથે થયેલી અથડામણમાં શહાદતને પામ્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય રાઈફલ અને જમ્મુ કાશ્મીર પોલીસે 15 જુલાઈએ ડોડા જિલ્લાના ધારી ગોટે ઉરારબાગીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ કરી હતી.. જવાબમાં સેનાના જવાનોએ પણ ફાયરિંગ કરી.. આતંકવાદીઓ ત્યાંથી ભાગી જવા લાગ્યા.. સેનાના જવાનોએ તેમનો પીછો કર્યો. રાત્રે 9 વાગ્યાની આસપાસ ફરી એક વખત ફાયરિંગ શરૂ થયું. ચાર જવાન શહીદ થઈ ગયા છે.
થોડા દિવસ પહેલા પણ થયો હતો આતંકી હુમલો
હેલિકોપ્ટરની મદદથી ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મહત્વનું છે કે જમ્મુ ડિવીઝનના ડોડામાં અનેક વખત એન્કાઉન્ટરની ઘટના બની છે.. 32 દિવસમાં અથડામણની આ પાંચમી ઘટના છે.. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ આતંકવાદીઓએ કઠુઆ જિલ્લામાં સુરક્ષા કર્મીઓના વાહન પર હુમલો કર્યો હતો જેમાં 5 જવાન શહીદ થઈ ગયા હતા. શહાદતને પામેલા વીર જવાનોને સલામ...