સાહિત્યના વારસાને આગળ વધારવાનો પ્રયાસ! આજે વાંચો કુન્દનિકા કાપડિયાની આ રચના...


  • Published By :
  • Published Date : 2024-01-01 11:15:13

ભાષા... એક એવું માધ્યમ જેના થકી આપણે લોકો સાથે સંવાદ કરીએ છીએ. આપણી જરૂરિયાતો, આપણી લાગણી આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ. ભલે ગમે તેટલી ભાષાઓ કેમ ન આવડતી હોય પરંતુ માતૃભાષામાં બોલવાની મજા જ, એનો ગર્વ જ કંઈક અલગ હોય છે. આપણામાંથી અનેક એવા હશે જે સાહિત્ય સાથે, કવિતાઓ સાથે, ગઝલો સાથે જોડાયેલા હશે પરંતુ અનેક એવા હશે જેમના માટે આ આખી વાત નવી હશે. 

  કુન્દનિકા કાપડિયા - વિકિપીડિયા

સાહિત્યને તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ!

2024ની શરૂઆત થઈ ગઈ છે. વર્ષના પ્રથમ દિવસે અનેક લોકો Resolutions લેતા હોય છે. ત્યારે આ વર્ષે અમે પણ એવો પ્રયત્ન કરીશું કે સાહિત્યની અનેક રચનાઓ તમારા સુધી પહોંચાડીએ. સાહિત્યમાં રહેલી કવિતાઓ, ગઝલો, શાયરીની જાણકારી આપીશું. સાહિત્યને આપના સુધી પહોંચાડવા માટે અમે એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે આજે નવા વર્ષે કુન્દનિકા કાપડીયાની એક રચના તમારી આગળ રજૂ કરવી છે જેમાં તે અલગ અલગ વસ્તુઓ શીખવાની વાત કરે છે.


હે પ્રભુ,

સંજોગો વિકટ હોય ત્યારે

સુંદર રીતે કેમ જીવવું

તે મને શીખવ.

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,

હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા

તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે

શાંતિ કેમ રાખવી

તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે

ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું

તે મને શીખવ.

– કુન્દનિકા કાપડીયા



નવા વર્ષે અમારા તરફથી કરવામાં આવેલો આ નાનકડો પ્રયાસ તમને ગમે તેવી આશા...  જમાવટના તમામ દર્શકને નવા વર્ષની હાર્દિક શુભકમના...



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.