ધાર્મિક બાબતો સંવેદનશીલ હોય છે. આપણે પણ આમ તો પહેલેથી જ આવી બાબતો પર સંવેદનશીલ જ જોવા મળ્યા છીએ. દેશમાં થોડા સમયથી જે માહોલ ઉભો કરવામાં આવ્યો છે તે દુઃખદાયક છે. લોકો જાહેર મંચો પરથી નફરત ફેલાવનારા ભાષણો બેફામ બોલી રહ્યા છે ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે કડક વલણ સાથે હેટ સ્પીચ મામલે આગળ આવી હતી. સુપ્રીમ કૉર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્લી પોલીસને હેટ સ્પીચ મામલે નોટીસ ફટકારી પૂછ્યું હતું કે હેટ સ્પીચના કેસ વધી રહ્યા છે તો તમે મામલે શું કામગીરી કરી રહ્યા છે.
પોલીસને સુપ્રીમ કોર્ટે કહ્યું સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરો
સર્વોચ્ચ ન્યાયાલયે હેટ સ્પીચ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે હેટ સ્પીચના કેસ ખૂબ જ ગંભીર હોય છે. દેશમાં હેટ સ્પીચ મામલે સજા હોવા છતાં લોકો ખુલ્લે આમ હેટ સ્પીચ ફેલાવી રહ્યા છે. ધાર્મિક બાબતો ધ્યાનમાં લીધા વગર કાર્યવાહી કરવાની રહેશે. આ 21મી સદી હોવા છતાં નફરત ભર્યા ભાષણો લોકો અને નેતાઓ બેફામ અને ખુલ્લેઆમ કરી રહ્યા છે. અરજદારે મુસ્લીમો સામે ટીપ્પણી કરનારાઓને UAPA હેઠળ સજા કરવાની માગ કરી હતી.