વંદે ભારત ટ્રેન સાથે સર્જાઈ દુર્ઘટના, આ રૂટ પર જતી ટ્રેનના કોચમાં લાગી આગ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-17 09:48:20

ભારતના અનેક રાજ્યો વચ્ચે વંદે ભારત ટ્રેન દોડી રહી છે. અનેક રાજ્યોને વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. પરંતુ જ્યારથી વંદે ભારત લોન્ચ થઈ છે ટ્રેન સાથે અનેક વખત અકસ્માત સર્જાયા છે. અનેક વખત ટ્રેક પર રખડતા પશુ આવી જવાને કારણે ટ્રેન સાથે અકસ્માત સર્જાય છે ઉપરાંત ટ્રેનને નુકસાન પણ પહોંચે છે. ત્યારે ફરી એક વખત વંદે ભારત ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. વંદે ભારત ટ્રેનમાં આગ લાગી ગઈ છે. ભોપાલથી દિલ્હી જઈ રહેલી ટ્રેનના સી-14 ડબ્બામાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. ટ્રેનમાં મુસાફરી કરેલા મુસાફરો સુરક્ષિત છે.   

ટ્રેનના આ કોચમાં લાગી આગ 

આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક ઘટનાઓમાં જાનહાની પણ થતી હોય છે. ત્યારે ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદેભારત ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી હતી. રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી. બીના રેલવે સ્ટેશન પહેલા કુરવાઈ કેથોરા ખાતે ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી. કોચમાં લગભગ 36 મુસાફરો છે. આગ લાગવાની ઘટના સામે આવતા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. ઘટના બીના શહેર પહેલા બની છે. 


અનેક વખત વંદે ભારત ટ્રેન સાથે સર્જાઈ છે દુર્ઘટના 

મહત્વનું છે કે વંદે ભારત ટ્રેન સાથે અનેક વખત અકસ્માત સર્જાયા છે. કોઈ વખત ટ્રેન ગાય સાથે અથડાય છે તો કોઈ વખત ભેંસ રેલવે ટ્રેક પર આવી જતી હતી. જેને લઈ ટ્રેનને નુકસાન પહોંચતું હોય છે. ત્યારે વંદે ભારત ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. કોચમાં આગ લાગી જતા મુસાફરોને બહાર ઉતારી દેવાયા હતા. આ મામલે મળતી માહિતી અનુસાર બેટરીમાં આગ લાગી હતી. મહત્વનું છે કે થોડા સમય પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ જ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું.   




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..