કોડિનાર નજીક કૂવામાં ગાડી ખાબકતા સર્જાઈ દુર્ઘટના, કારમાં સવાર બે યુવાનોના થયા મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-17 12:26:25

ગાડી પરથી કાબુ ગુમાવી દેવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે કોડીનાર પાસે એક ભયંકર ઘટના બની છે જેમાં ગાડી પરથી કાબુ ગુમાવી દેતા એક ગાડી કુવામાં ખાબકી છે. આ ઘટના કોડીનારના ફાયરિયા ગામ નજીક બની હતી. ઘટનાને પગલે ત્યાં હાજર લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને રેસ્કયુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કારમાં બેઠેલા બંને યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

 


ગાડી પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત 

અકસ્માતની સંખ્યા વધી રહી છે. અનેક લોકોના જીવ દુર્ઘટનાને કારણે જતા હોય છે. ત્યારે મોડી રાત્રે એક ભયાનક ઘટના ગીર સોમનાથમાં બની હતી. પેટ્રોલ પમ્પ પાસે એક કાર કૂવામાં પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના કોડીનારના ફાચરિયા ગામ નજીક બની બતી. કાબુ ગુમાવી દેતા ગાડી કૂવામાં પડી ગઈ હતી. ગાડીમાં સવાર લોકોને બચાવા સ્થાનિક લોકો તેમજ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. રાત્રીના 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સવારના ચાર વાગ્યા સુધી બચાવની કામગીરી ચાલી રહી હતી.  

 

કારમાં સવાર બંને યુવકોના થયા મોત 

રેસ્ક્યુ ઓપરેશન કરી કલાકોની ભારે મહેનત બહાર ગાડી બહાર કાઢવામાં આવી હતી. રાતથી લઈ સવાર સુધી બચાવની કામગીરી કરવામાં આવી હતી. ગાડી તો બહાર આવી પરંતુ ગાડીમાં બેઠેલા બંને યુવાનોના મોત થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામનાર યુવાનો વડનગરના હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.     




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...