વર્ષના પ્રથમ દિવસે સર્જાયો અકસ્માત, અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-01 15:50:49

અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે એક અકસ્માત રાજસ્થાનના હનુમાગઢમાં બન્યો છે જેમાં 5 લોકોના મોત નિપજ્યાં છે. કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. 5 લોકો મોતને ભેટ્યા છે જ્યારે એક વ્યક્તિની હાલત એકદમ ગંભીર છે. ઈજાઓ પહોંચતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


અકસ્માતમાં થયા 5 લોકોના મોત  

નવા વર્ષના પ્રથમ દિવસે અનેક જગ્યાઓ પર અકસ્માત થવાની ઘટના સામે આવી છે. એક અકસ્માત રાજસ્થાનના હનુમાગઢમાં બન્યો હતો. કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા 5 લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર મળી રહે તે માટે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના કઈ રીતે બની તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. ગાડીમાં કેટલા લોકો સવાર હતા તે અંગે હજી માહિતી નથી મળી. 


કેરળમાં પણ બન્યા બે અકસ્માત 

આ સિવાય કેરળમાં બે અકસ્માતની ઘટના બની હતી. એક અકસ્માતના બનાવમાં પર્યકટોની બસ પલટી ગઈ હતી જેમાં એક એન્જિનીયરિંગના વિદ્યાર્થીનું મોત થયું છે જ્યારે 40 જેટલા લોકો આ ઘટનાને કારણે ઘાયલ થયા છે. બસ પલટી જતા પોલીસ અને વનવિભાગના અધિકારીઓ જંગલમાં આવી પહોચ્યા હતા અને ઈજા પામેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ  સિવાયની બીજી દુર્ઘટના પોલીસની ગાડી અને બાઈક વચ્ચે થયો હતો. આ ઘટનામાં બાઈક પર સવાર બંને લોકોના મોત થયા છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.