અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ફરી એક વખત રક્તરંજિત થયો છે. એક્સપ્રેસ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી ગઈ જેને કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે અને આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના થયા મોત
હાઈવે પર અનેક વખત ગંભીર અકસ્માત સર્જાતા રહે છે. ત્યારે અમદાવાદ - વડોદરા હાઈવે પર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેમાં અંદાજીત 3 લોકોના મોત થયા છે. આણંદ પાસે ઉભેલા ટ્રકની પાછળ ગાડી ધૂસી આવી હતી. વહેલી સવારનો સમય હોવાને કારણે ઈકો કારને ટ્રક દેખાઈ ન હતી જેને કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો અવાજ સંભળાતા લોકો અને સ્થાનિકો ત્યાં આવી પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે ખંભોળજ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ઘટનાસ્થળ પર આવી પોલીસે તપાસ હાથ ધરી હતી.