S.G.Highway પર સર્જાયો અકસ્માત, કાર સાથે આખલો અથડાતા સર્જાઈ દુર્ઘટના, જાણો Tatyaa Patel કેસમાંથી લોકોએ શું સબક લીધો?


  • Published By :
  • Published Date : 2023-08-08 10:37:56

આજે વાત કરવી છે રખડતાં ઢોરના ત્રાસની. રખડતા ઢોર સામાન્ય રીતે આપણે રસ્તામાં તો દેખાતા હોય છે, રસ્તા પર વાહન ચલાવતા લોકો જાણે રખડતા ઢોરથી ટેવાઈ ગયા હોય તેવું અનેક વખત લાગે છે. નાના-નાના  રસ્તાઓ પર, ગલીઓમાં રખડતાં ઢોર દેખાય તે સામાન્ય ગણીએ છીએ પરંતુ આ વખતે રખડતાં પશુઓ એસજી હાઈવે પર જોવા મળી રહ્યા છે.  અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે પર રાત્રે ફરી એકવખત અકસ્માત સર્જાયો છે. જેમાં ગોતા બ્રિજ પર કાર સાથે આખલો અથડાતા કારના બોનેટનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. કાર ચાલક ગંભીર રીતે ઘાટલ થયો છે અને આખલાનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું છે. 


રખડતાં ઢોરનો વધતો આતંક! 

જેમ અકસ્માત એક ચર્ચાનો, એક ડિબેટનો મુદ્દો છે તેવી જ રીતે રસ્તા પર ચાલતા રખડતા ઢોર પણ ચર્ચાનો વિષય છે. એક્સિડન્ટને કારણે થતા લોકોના મોત સમાચારોની હેડલાઈન્સ બની જતી હોય છે પરંતુ રખડતાં ઢોરને કારણે લોકોના થતા મોતના સમાચાર કોઈ નાની જગ્યાએ જોવા મળતી હોય છે. આજે આ વાત એટલા માટે કરવી છે કારણ કે રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જેમાં અકસ્માતમાં નિર્દોષ લોકો ભોગ લેવાતા હોય છે તેમ રખડતા ઢોરની અડફેટે આવતા લોકો પણ ભોગ લેવાતા હોય છે. અનેક વખત રસ્તા પર એવા દ્રશ્યો આપણે જોયા હશે કે રસ્તાની વચ્ચો વચ ઢોર ચાલતા હોય અને વાહનચાલક સાઈડમાં ચાલતા હોય.    


આખલા સાથે ટક્કર થતાં માંડ માંડ બચ્યો કારચાલકનો જીવ!

તથ્ય કેસ પછી પોલીસ ટ્રાફિક ડ્રાઈવ કરી રહી છે. કાયદાનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે. ડ્રાઈવ ચલાવી સારી છે પરંતુ માત્ર  વાહન ચાલકો વિરૂદ્ધ નહી. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર એવી વાતો કરી કે સાહેબ આ રખડતાં ઢોર પર ડ્રાઈવ ક્યારે થશે? કારણ કે પરિસ્થિતિ ખરાબ જ થતી જાય છે. અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે પર રાત્રે ફરી એકવખત અકસ્માત સર્જાયો છે. જેમાં ગોતા બ્રિજ પર કાર સાથે આખલો અથડાતા કારના બોનેટનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. દરમિયાન લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. પરંતુ લોહીલુહાણ કારસવારે કારમાંથી બહાર નિકળતા પહેલા કાર આગળ અને પછી રિવર્સ લીધી હતી. બીજી તરફ આખલોનું ઘટના સ્થળે જ મૃત્ય થયું છે 


તથ્યકાંડમાંથી લોકોએ શીખ્યો સબક!

ઘટના સર્જાઈ તે બાદ કાર ચાલકને મદદ કરવા લોકો આવ્યા. પણ કાર ચાલક કારની બહાર નીકળી રહ્યો ન હતો. લોકોએ નામ પૂછ્યું તો તેને પોતાનું નામ બળદેવ જણાવ્યું. 108ને બોલાવવામાં આવી અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇસ્કોન બ્રિજની ઘટનાએ અમદાવાદીઓ પર ઘેરી અસર છોડી છે, તેનું પણ એક ઉદાહરણ અહીં જોવા મળ્યું હતું. કાર ચાલક ઇજાગ્રસ્ત હતો તો પણ તેને પોતાની ગાડી સાઈડમાં લીધી અને ત્યાં જે લોકો મદદ કરવા ઊભા રહ્યા તે લોકોએ પણ એવું કહ્યું કે જો જો ભાઈ બધા ડિવાઇડર પર ઉભા રહો, રોડ પર કોઇ ઊભા ન રહેશો તથ્યવાળી ન થાય જોજો.


રખડતાં ઢોર વિરૂદ્ધ ક્યારે કરાશે કાર્યવાહી?

અમદાવાદમાં થોડા દિવસ પહેલાજ તથ્ય પટેલ નામના નબીરાએ એસ.જી. હાઇવેના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી બે પોલીસકર્મીઓ સહિત દસ લોકોને કચડી નાખ્યા હતા. પણ આ કેસમાં સૌથી મોટી વાત એ છે કે S.G.Higway પર આખલો આવ્યો ક્યાંથી? પોલીસ દ્વારા કરવામાં આવતી ડ્રાઈવ સારી છે, લોકો કાયદાનું પાલન કરે તે પણ જરૂરી છે પરંતુ શું માત્ર અકસ્માત વાહનનોને કારણે જ થાય છે? રસ્તા પર ખુલ્લેઆમ ફરતા રખડતાં ઢોર સામે પણ કાર્યવાહી થવી જોઈએ.. કારણ કે અનેક લોકોએ પોતાનો જીવ રખડતાં ઢોરને કારણે ગુમાવ્યો છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.