રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા અનેક દિવસોથી માર્ગ અકસ્માતમાં લોકોના મોત થઈ રહ્યા છે જેને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત બાયડ-કપડવંજ રોડ પર સર્જાયો છે. અકસ્માત ઈકોકાર ચાલક અને બાઈક વચ્ચે સર્જાયો હતો. ટ્રકની ઓવરકેટ કરવા જતા વખતે ઈકોકાર અને સામેથી આવતા બાઈકનો અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે.
ઓવરટેક કરતી વખતે સર્જાયો અકસ્માત
ઓવરસ્પીડિંગ તેમજ વાહન ચાલકોની બેદરકારીને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. કોઈ વખત વાંક ન હોવા છતાંય અકસ્માતમાં જીવ જતો હોય છે. ત્યારે એક અકસ્માત કપડવંજ તાલુકાના બાયડ-કપડવંજ રોડ પર સર્જાયો હતો. ટ્રકની ઓવરટેક કરવા જતા સામેથી આવતી બાઈક સાથે ઈકોકારનો અકસ્માત થયો હતો. અકસ્માત થતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઈકોકાર ચાલકને પણ ઈજાઓ પહોંચી છે.
અકસ્માતને કારણે વિખેરાયો પરિવાર
અકસ્માતને કારણે અનેક પરિવાર વિખેરાઈ જતા હોય છે. કોઈ પોતાનો પુત્ર ખોવે છે તો કોઈ પોતાનો પતિ ખોવે છે. આ અકસ્માતમાં પણ બે બાળકોએ પોતાના પિતા ખોયા છે. એક બાળક પાંચ વર્ષનો હતો જ્યારે બીજો પુત્ર ફક્ત 6 દિવસનો છે. આ અકસ્માતને કારણે બંને પુત્રો પિતા વિહોણા બન્યા છે. આ ઘટનામાં કાર ચાલકની ભૂલને કારણે બાઈક સવારે જીવ ગુમાવ્યો છે.