જમ્મુ શ્રીનગર હાઈવે નજીક સર્જાયો અકસ્માત! બસ પુલ નીચે પડતા સર્જાઈ દુર્ઘટના, ઘટનામાં થયા આટલા લોકોના મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-30 08:58:43

અમૃતસરથી કટરા જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે મંગળવાર સવારે એક બસ પુલ નીચે ખાબકી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 7 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં સીઆરપીએફ અને એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ બસ અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહી હતી. 50થી વધારે યાત્રીઓ આ બસમાં સવાર હતા.


ઘટનામાં થયાં 7 લોકોના મોત!

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે નજીક અક બસ પુલ નીચે ખાબકી પડતા અકસ્માત સર્જાયો છે. ઝજ્જર કોટલી નજીક આ અકસ્માત સર્જાયો છે જેમાં અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ અકસ્માતનો ભોગ બની છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 7 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બસમાં 50થી વધારે લોકો મુસાફરી કરી રહ્યા હતા. બસ પરથી કાબુ ગુમાવી દેતા આ ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં જ જમ્મુના ડેપ્યુટી કમિશનર સ્થળ પર પહોંચી ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે અનેક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?