દેશમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે. આ વખતે રોડ અકસ્માત ઉત્તરપ્રદેશના કાનપુરમાં સર્જાયો છે. આ અકસ્માત ગઈકાલે મોડી રાત્રે સર્જાયો છે તેવી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગાડી અનિયંત્રિત થઈ ગઈ અને અકસ્માત સર્જાયો. અનિયમિત થઈ ગયેલી ગાડી નાળામાં પટકાઈ ગઈ જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે બે લોકોની હાલત ગંભીર છે. સારવાર અર્થે ઈજાગસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી ઉપરાંત સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા.
મોડી રાત્રે સર્જાયો અકસ્માત અને થયા 6 લોકોના મોત!
ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં એક રોડ અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોના મોત ગાડી પરથી કાબુ ગુમાવી દેવાને કારણે થયા છે. 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત સિકંદરા પોલીસ સ્ટેશનના જગન્નાથપુર ગામડા પાસે સર્જાયો હતો. આ અકસ્માત 4-5 ફેબ્રુઆરી દરમિયાન મોડી રાત્રે 2 વાગે બન્યો હતો. જે લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે તે ડેરાપુર તેમજ શિવરાજપુરના રહેવાસી હતા.
અનિયંત્રિત ગાડી થઈ જવાને કારણે સર્જાયો અકસ્માત
જે લોકોને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે તે તિલક સમારોહમાં ભાગ લેવા ગયા હતા ઈટાવાના મુર્રા ગામમાં. આ સમારોહથી પરત ફરતી વખતે ગાડી અનિયંત્રિત થઈ ગઈ અને નાળામાં પલટી ખાઈ ગઈ. આ અકસ્માત સર્જાયા પાછળનું એક કારણ એ હોઈ શકે છે તે રાતના સમયે વરસાદ થઈ રહ્યો હતો અને ગાડી સ્પીડમાં હતી. આ મામલાની તપાસ કરવામાં આવશે. 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે બે બાળકોના જીવ બચી ગયા છે.
આ ઘટનામાં કોના થયા મૃત્યુ?
જે લોકોના મોત થઈ ગયા છે તે અંગેની માહિતી સામે આવી છે જે પ્રમાણે 42 વર્ષના વિકાસ ગાડી ચલાવી રહ્યા હતા. તે ઉપરાંત તેમની સાથે 17 વર્ષની ખુશબુ, 13 વર્ષની પ્રાચી, 55 વર્ષના સંજય ઉર્ફે સંજૂ, 16 વર્ષનો ગોલું તેમજ 10 વર્ષના પ્રતિકની મોત થઈ ગઈ છે. જે બે લોકો બચી ગયા છે તેમાંનો એક વ્યક્તિ 18 વર્ષનો છે જ્યારે બીજી વ્યક્તિ 16 વર્ષની છે. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે.