Ahmedabadમાં સર્જાયો અકસ્માત, મનપાના સ્વિપર મશીને ફૂટપાથ પર રહેતા પરિવારને અડફેટે લીધો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-11 09:57:04

થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક લોકોના મોત થઈ ગયા. આ કેસની તપાસ ચાલી રહી છે ત્યાં તો વધુ એક આવો બનાવ અમદાવાદના વાસણા વિસ્તારમાં બન્યો છે. આ ઘટના કોઈ ગાડીથી નહીં પરંતુ સ્વીપર મશીનને કારણે બની છે. વહેલી સવારે જી.બી.શાહ કોલેજ પાસે સ્વીપર મશીન ફૂટપાથ પર ચઢી ગયું જેને કારણે આ અકસ્માત સર્જાયો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. સારવાર અર્થે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Ahmedabad Accident: Municipal sweeper machine crushes family on footpath in vasana, Ahmedabad, woman dies, one injured અમદાવાદના વાસણામાં મનપાના સ્વિપર મશીને ફૂટપાથ પર પરિવારને કચડ્યો, મહિલાનું મોત, એક ઈજાગ્રસ્ત

ફૂટપાટ પર રહેતા પરિવાર પર ચાલ્યું સ્વીપર મશીન!

અમદાવાદમાં અકસ્માતોની વણઝાર થઈ રહી હોય તેવી રીતે કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. અનેક લોકોએ પોતાનો જીવ અકસ્માતને કારણે ગુમાવ્યો હશે, કોઈએ પોતાની નજરોની સામે પોતાના પરિવારજનને મૃત્યુ પામતા જોયા હશે. અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અનેક વખત એસટીબસ અથવા તો એએમટીએસ બસ દ્વારા અકસ્માત સર્જાયો હોય તેવા સમાચાર સામે આવતા હોય છે ત્યારે અમદાવાદના વાસણામાં અકસ્માત સ્વીપર મશીનને કારણે સર્જાયો છે. ફૂટપાથ પર રહેતા પરિવાર પર સ્વીપર મશીન વહેલી સવારે ફરી વળ્યું અને આ ઘટનામાં એક મહિલાનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. જ્યારે બીજા વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને  કરી આ અપીલ | World News in Gujarati

ચાલકની કરવામાં આવી અટકાયત!

અનેક કિસ્સાઓમાં અકસ્માત સર્જી ઘટનાસ્થળ પરથી ડ્રાઈવરો ફરાર થઈ જાય છે. ત્યારે આ ઘટનામાં ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે સ્વિપર મશીન ચાલકની અટકાયત કરી છે. મહત્વનું છે અકસ્માતની  ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. 



પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .