અમદાવાદના મીઠાખળીમાં સર્જાઈ દુર્ઘટના, જર્જરિત મકાન ઉતારતી વખતે ભાગ પડી જતા મજૂર થયો ઈજાગ્રસ્ત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-25 16:46:57

રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન અનેક દુર્ઘટનાઓ સર્જાતી હોય છે, જૂની બિલ્ડીંગો તેમજ મકાનો ધરાશાયી થયા હોવાના સમાચાર મળતા રહે છે. ગઈકાલે જૂનાગઢમાં બે માળનું મકાન ધરાશાયી થતા ચાર લોકોના મોત નિપજ્યાં હતા. જર્જરિત મકાનો મુખ્યત્વે આવા સમય દરમિયાન તૂટી પડતા હોય છે. ત્યારે અમદાવાદમાં દુર્ઘટના ન સર્જાય તે માટે મીઠાખળી વિસ્તારમાં જૂના મકાનને ઉતારવામાં આવ્યું હતું. પરંતુ તે સમય દરમિયાન દુર્ઘટના સર્જાઈ કે મકાન ઉતારતી વખતે જ મકાનનો એક ભાગ તૂટી પડ્યો અને તેની નીચે મજૂર દબાઈ ગયો. ઈજાઓ પહોંચતા મજૂરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.    


મકાન નીચે ઉતારતી વખતે સર્જાઈ દુર્ઘટના  

ગઈકાલે જૂનાગઢથી મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા ત્યારે આજે અમદાવાદમાં આવી ઘટના બની છે. આ દુર્ઘટના ત્યારે બની છે જ્યારે મકાનને નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી છે. દુર્ઘટના ન સર્જાય તે માટે મકાન ઉતારવાની  નોટિસ એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવી હતી. જેને પગલે મકાન માલિકે કોન્ટ્રાક્ટરને કામ આપી મકાન ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. 


મજૂર ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા 

મકાન ઉતારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટર પાસે કામગીરી શરૂ કરાવવામાં આવી હતી. કામ શરૂ થતાં સવારે મજૂરો દ્વારા મકાન ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી. અને તે સમયે મકાનનો એક ભાગ તૂટી પડતાં મજૂર કાટમાળ નીચે દબાઈ ગયા હતા. મકાન નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક ધાબું બેસી ગયું છે. જેના કારણે મજૂર નીચે પટકાઈ ગયા. અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ તરત ખસેડવામાં આવ્યા હતા. જૂનુ મકાન હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. મહત્વનું છે કે અનેક મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...