અમદાવાદમાં સતત બીજા દિવસે સર્જાયો અકસ્માત, દુર્ઘટનામાં પરિવારે ગુમાવ્યો કમાઉ સદસ્ય


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-03 14:55:20

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ અકસ્માતોને કારણે જતા હોય છે. અમદાવાદમાં ગઈ કાલે જ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી ત્યારે આજે ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના બની છે. ઓવરસ્પીડને કારણે મુખ્યત્વે અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે નરોડા વિસ્તારમાં જે અકસ્માત થયો તેમાં પણ ઝડપથી આવેલી ગાડીએ રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને લપેટામાં લીધો હતો. ટક્કર મારી કારચાલક ફરાર થઈ ગયો હતો. યુવકનું મોત નિપજ્યું છે. આ ઘટના અંગે પાલીસે તપાસ હાથ ધરી છે. 


અક્માતમાં છીનવાઈ ગયો પરિવારનો આધારસ્તંભ    

એક્સિડન્ટને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે તો અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે અમદાવાદમાં 24 કલાક જેટલા સમયમાં બે હિટ એન્ડ રનની ઘટના બની હતી.ગઈ કાલે અકસ્માત ઝાયડસ હોસ્પિટલ રોડ પર થયો હતો ત્યારે આજે અકસ્માત નરોડા વિસ્તારમાં સર્જાયો છે. રસ્તો ક્રોસ કરી રહેલો યુવક કાળનો કોળિયો બન્યો છે. ઝડપમાં ચાલી રહેલી ગાડીએ પોતાની અટફેટમાં યુવકને લીધો હતો. જેને કારણે યુવકનું મોત થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું  નામ રવિ હતું. પોતાની માતા અને નાની બહેન સાથે રહેતો હતો અને પરિવારમાં રવિ એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. રવિનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. 


ઝડપથી આવી રહેલી ગાડીએ દંપત્તિને મારી હતી ટક્કર 

ગઈ કાલે પણ અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. ઝાયડસ હોસ્પિટલ રોડ પર બીએમડબ્લ્યુ કારે રસ્તા પર ચાલતા દંપત્તિને ટક્કર મારી હતી. ત્યાં ઉપસ્થિત લોકોનું કહેવું છે કાર ચાલક નશાની હાલતમાં હતો. ઉપરાંત મળતી માહિતી અનુસાર ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. થોડા કિલોમીટર દૂરથી ગાડી મળી આવી હતી.    




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...