પહેલી મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. મહાગુજરાતમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની સ્થાપના કરી હતી. જેને લઈ પહેલી મેને ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસની ઉજવણી રાજ્યકક્ષાએ કરવામાં આવે છે. અલગ અલગ જગ્યાઓ પર દર વર્ષે આ દિવસની ઉજવણી થવાની છે. ત્યારે આ વર્ષે જામનગર ખાતે રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ તૈયારીઓ વચ્ચે એક દુર્ઘટના સર્જાઈ છે. જામનગરમાં રિહર્સલ ચાલી રહી હતી જે દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્ટેજ તૂટ્યું હતું. મળતી માહિતી અનુસાર સ્ટેજ તૂટતા પાંચ લોકોને ઈજા પહોંચી છે.
સ્થાપના દિવસ પહેલા થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
દર વર્ષે અલગ અલગ જગ્યાઓ પર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થતી હોય છે. ત્યારે આ વર્ષે જામનગર ખાતે આ દિવસની રાજ્યકક્ષા સ્તરે ઉજવણી થવાની છે. જામનગર ખાતે તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ દિવસની ઉજવણી માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્થાપના દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ગુજરાત ગૌરવ એવોર્ડ તેમજ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્ટેજ તૂટતા લોકો થયા ઈજાગસ્ત!
તૈયારીઓ દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ છે. ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમને લઈ તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જ મુખ્ય સ્ટેજનો ભાગ વચ્ચેથી તૂટી પડ્યો હતો. સ્ટેજ તૂટી પડતાં ત્રણ જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. ઉજવણીમાં નાટકનું રિહર્સલ કરનારને ઈજાઓ પહોંચી છે અને સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા છે.