પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગૂમાવે છે. ત્યારે વહેલી સવારે મુંબઈના બાંદ્રા વર્લી સી લીંક રોડ પર અક્માત સર્જાયો છે. જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
વહેલી સવારે બની અકસ્માતની ઘટના
મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત થવાની ઘટના બની છે. સવારના સમયે 4 ગાડીઓ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અંદાજીત 10 લોકો ગંભીર રીતથી ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 5 લોકોના મોત થયા હોવાનું મુંબઈ પોલીસનું કહેવું છે. મળતી માહિતી મુજબ, પહેલા સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સને બોલાવામાં આવી હતી. હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ સાથે બીજી ત્રણ ગાડીઓ ભટકાઈ હતી. પાછળથી 3 ગાડીઓ એમ્બ્યુલન્સ સાથે અથડાતા, આ અકસ્માત વધુ ગંભીર બની ગયો હતો.
વડાપ્રધાનને પાઠવી સાંત્વના
આ અકસ્માતને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. ટ્વિટ કરતા કહ્યું કે મુંબઈમાં બાંદ્રા-વરલી સીં-લિંક પર થયેલા અકસ્માતને કારણે જીવ ગુમાવનાર વ્યક્તિ માટે દુ:ખી છું. શોકાગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના દાખ્વું છું. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ ઝડપથી સ્વસ્થ થાય.