જામનગર-રાજકોટ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, દોઢ વર્ષની બાળકીનું થયું મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-27 12:17:03

અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. અનેક વખત અકસ્માતને કારણે લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે જામનગર હાઈવે પર ત્રીજા દિવસે અકસ્માત સર્જાયો છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે. રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ નજીકના જાયવા ગામ પાસે ટ્રક અને ગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં દોઢ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે.


નાની બાળકીનું થયું મોત  

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ જામનગર હાઈવે પર અકસ્માત સર્જાયા છે જેમાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે ફરી એક વખત ધ્રોલ નજીકના જાયવા ગામ પાસે આવેલી હોટલ પાસે અકસ્માત સર્જાયો છે જેમાં ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં સાસુ-જમાઈ અને દોઢ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. તે સિવાય પરિવારના અન્ય બે સભ્યો ઈજાગ્રસ્ત થયા છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


ગઈકાલે બન્યા અકસ્માતના અનેક બનાવ    

એક બે દિવસ પૂર્વે જ આ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. તે સિવાય ગણતંત્ર દિવસ પર પણ અનેક અકસ્માત થયા છે જેમાં લોકોના મોત થયા છે. અમદાવાદ મહેસાણા હાઈવે પર હિટ એન્ડ રનના અનેક કિસ્સાઓ બન્યા છે જેમાં બે લોકોના મોત થયા છે. અમદાવાદમાં ઠક્કરબાપાનગર પાસે અકસ્માત સર્જાયો છે. તે સિવાય સુરતમાં પણ અકસ્માતમાં બાળકનું મોત થયું છે. તે સિવાય ભરૂચમાં હિટ એન્ડ રનનો કેસ બન્યો છે કારની અડફેટે એક્ટિવા ચાલકનું મોત થઈ ગયું છે.       




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...