દેશના વિવિધ રાજ્યોમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હોય છે. જેને કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ધુમ્મસને કારણે ઉત્તર પ્રદેશમાં અકસ્માતની ઘટના બની છે. ગૌતમબુદ્ધ નગરમાં અકસ્માત થયો છે. 60 પેસેન્જરને લઈ જઈ રહેલી બસ અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
ધુમ્મસભર્યા વાતાવરણને કારણે સર્જાયો અકસ્માત
અકસ્માતોની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક લોકો અકસ્માતને કારણે મોતને ભેટતા હોય છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે હાલ શિયાળીની સિઝન ચાલે છે. દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેને કારણે વહેલી સવારે વાતાવરણ ધુમ્મસ વાળું હોય છે અને વિઝીબીટી એકદમ ઓછી હોય છે. ત્યારે આવા ધુમ્મસભર્યા વાતાવરણને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. ધુમ્મસ હોવાને કારણે પેસેન્જરને લઈ જઈ રહેલી બસ કન્ટેનટ સાથે અથડાઈ હતી. જેને કારણે અંદાજીત 10 લોકોના ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસે ઘટના સ્થળે આવી તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.