Ahmedabadના આ વિસ્તારમાં બની અકસ્માતની ઘટના, AMTSની અડફેટે આવતા માસુમ બાળક બન્યો અકસ્માતનો ભોગ, પરિવાર શોકમગ્ન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-24 11:19:41

ગુજરાતમાં સરકારી બસ દ્વારા અકસ્માત સર્જાયો હોવાની ઘટના અવાર-નવાર મળતી હોય છે. ત્યારે અમદાવાદમાં વધુ એક વાર એએમટીએસ બસને કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે. મૃત્યુ પામનાર યુવાન નહીં પરંતુ બાળક છે. મળતી માહિતી અનુસાર જે માસુમ બાળકનું આ દુર્ઘટનામાં મોત થયું છે તે 7થી 8 વર્ષનો હતો. આ દુર્ઘટના પ્રેમ દરવાજા પાસે બની હતી. બાળક પોતાના ઘરે જઈ રહ્યું હતું ત્યારે પૂર ઝડપે આવી રહેલી બસ તેની પર ફરી વળી. 


એએમટીએસ બસે સર્જ્યો અકસ્માત 

રસ્તા પર એમએટીએસ તેમજ બીઆરટીએસ બસ અનેક વખત બેફામ દોડતી દેખાય છે. અનેક વખત ડ્રાઈવર રસ્તા પર એવી રીતે બસને ચલાવતા હોય જાણે રસ્તો તેમના બાપનો હોય. કોઈ વખત તો નશાની હાલતમાં પણ બસ ડ્રાઈવરો દેખાતા હોય છે. ત્યારે પૂર ઝડપે આવી રહેલી એએમટીએસ બસ માસુમ બાળક માટે યમદૂત સાબિત થઈ છે. 


માસુમ બાળકે દુનિયાને કહી દીધું અલવિદા 

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવાર રાત્રે 9 વાગ્યાની આસપાસ 7-8 વર્ષનું બાળક પોતાના ઘરે જઈ રહ્યું હતું. જ્યારે તે પ્રેમ દરવાજાથી પસાર થયું ત્યારે ફૂલ સ્પીડમાં આવી રહેલી એએમટીએસે તેને અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકે દુનિયાને અલવિદા કહી દીધું હતું. પોલીસે આ મામલે બસ ડ્રાઈવર વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.    

     

તથ્ય કાંડમાંથી પણ આપણે નથી લઈ રહ્યા બોધપાઠ 

મહત્વનું છે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારોએ પોતાના સ્વજન અકસ્માતમાં ગુમાવ્યા હશે. ત્યારે કોઈની મજા બીજા માટે સજા રૂપ ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ. થોડા મહિના પહેલા ઈસ્કોન બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. આપણે ઘટનાઓમાંથી નથી શીખતા તે આપણી મોટામાં મોટી ખામી છે. જ્યાં સુધી આપણા પર ન વિતે ત્યાં સુધી આપણે નથી સુધરતા.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?