સુરતમાં 18 વર્ષીય છોકરાએ કર્યો આપઘાત, ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-31 15:55:07

અનેક લોકો આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. આપઘાત કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં 18 વર્ષીય છોકરાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરતા પહેલા મમ્મીને વોટ્સએપ પર મેસેજ લખ્યો જેમાં તેણે સોરી લખ્યું હતું. ચાર દિવસ પહેલા જ આપઘાત કરનાર હાર્દિક ઝડફિયાએ થોડા દિવસ પહેલા જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રકારના પગલાથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.


મમ્મીને સોરી લખી કર્યો આપઘાત 

છેલ્લા ઘણા સમયથી આપઘાત કરનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આપઘાતનું પગલું ઉઠાવી મોતને વ્હાલુ કરી લેતા હોય છે. ત્યારે સુરતમાં 18 વર્ષના બાળકે આત્મહત્યા જેવું પગલું ભરી લેતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. આપઘાત કરતા પહેલા હાર્દિક ઝડફિયાએ પોતાની માતાને વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો જેમાં તેણે સોરી લખ્યું હતું. આ ઘટના સુરતના ખટોદરા વિસ્તારમાં બની છે. 


થોડા દિવસ પહેલા ઉજવાયો હતો જન્મદિવસ 

ખટોદરા વિસ્તારમાં રહેતા હાર્દિકે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાધો હતો. સારવાર માટે હાર્દિકને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાર્દિકના આ પગલાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. થોડા દિવસો પહેલા જ હાર્દિકના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 


અકસ્માતનો ગુન્હો નોંધી પોલીસે કરી કાર્યવાહી 

આ અંગે મૃતકના ભાઈએ જણાવ્યું કે હું નોકરી પરથી ઘરે ગયો હતો ત્યારે જોયું તો ભાઈ ગળે ફાંસો ખાઈ લટકતો હતો. નીચે ઉતારી માતાને જાણ કરી હતી. તેણે સ્કુલ પણ છોડી દીધી હતી. તેણે માતા પાસેથી પૈસા પણ માંગ્યા હતા પરંતુ માતાએ પૈસા ન હોવાનું કહ્યું હતું. તે બાદ મમ્મીને સોરી મેસેજ મોકલી આપઘાત કરી લીધો હતો. મમ્મીએ તેને કહ્યું હતું કે તારી ઉંમર થઈ ગઈ છે કંઈક સહારો આપો બસ. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?