છેલ્લા ઘણા સમયથી મોંઘવારીનો સામનો લોકો કરી રહ્યા છે. અમુલ ડેરીએ દૂધની કિંમતોમાં ભાવ વધારો કર્યો છે. દૂધના ભાવ પ્રતિ લીટરે ત્રણ રુપિયા વધારાની જાહેરાત કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી આ ભાવ વધારો લાગુ કરવામાં આવશે. ભાવ વધારાને કારણે અમૂલ ગોલ્ડની કિંમત 66 રુપિયા પ્રતિ લીટર, અમૂલ તાજાની કિંમત 54 રુપિયા પ્રતિ લીટર તેમજ અમૂલ ગાયનું દૂધ 56 રુપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયા છે. ગુજરાતમાં હાલ આ ભાવ વધારો અમલમાં નથી મૂકાયો.
અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. કોઈ વખત સિંગતેલ ના ભાવ વધે છે તો કોઈ વખત ગેસ સિલિન્ડરના ભાવ વધે છે. ત્યારે વધુ એક મોંઘવારીનો ઝટકો મધ્યમવર્ગીય પરિવારને લાગ્યો છે. સવારની શરૂઆત જેનાથી થાય તે દૂધના ભાવમાં વધારો ઝિંકાયો છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થતા મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
અમૂલ ગોલ્ડ 66 રુપિયા પ્રતિ લીટરે મળશે
અમૂલ ડેરીએ દૂધની કિંમતમાં તોતિંગ ભાવ વધારો કર્યો છે. કંપનીએ પ્રતિ લીટરે દૂધના ભાવમાં રુ.3નો વધારો કર્યો છે. ભાવ વધવાને કારણે અમૂલ ગોલ્ડની કિંમત 66 રુપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. અમૂલ તાજાની કિંમત 54 રુપિયા પ્રતિ લીટર, અમૂલ ગાયું દૂધ 56 રુપિયા પ્રતિ લીટર અને A2 ભેંસના દૂધની કિંમત 70 રૂપિયા પ્રતિ લીટર છે. આ ભાવ વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે.