અમૂલ બટર બજારમાંથી ગાયબ, ગ્રાહકો ત્રાહિમામ…કંપનીએ આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2022-11-15 17:01:10

અમૂલનું લોકપ્રિય બટર બજારમાંથી ગાયબ થતાં લોકોએ સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવ્યો છે. બટરનું વેચાણ શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે વધી જતુ હોય છે, પણ દિલ્હી, અમદાવાદ અને પંજાબ સહિત દેશના અનેક વિસ્તારોમાં અમૂલ બટરની અછત સર્જાઈ છે. ગ્રોસરી સ્ટોર તો ઠીક પણ અમૂલના પાર્લર પર પણ આ બટર હાલ ઉપલબ્ધ નથી. મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હીમાં 20-25 દિવસો સુધી અમૂલ બટરની અછત છે, ઉત્તર પ્રદેશમાં પણ આ જ સ્થિતી છે. 


બટરની અછત અંગે અમૂલે શું કહ્યું?


બટરની અછતને લઈ અમૂલે ખુલાસો કર્યો છે કે દિવાળી દરમિયાન બજારમાં માખણની જબદસ્ત ડિમાન્ડ હતી અને પ્રોડક્સન પણ મોટા પ્રમાણમાં થયું હતું, આ જ કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં બટરની અછત સર્જાઈ છે. બીજી બાજુ પશુંઓમાં ફેલાયેલા લંપી વાયરસના કારણે પણ અસર પડી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે બજારમાં અમૂલ માખણની બજારમાં અમૂલ બટરનો પુરવઠો અને ઉપલબ્ધતા 4-5 દિવસમાં સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે." 



વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.