AMTS બસચાલક બેફામ, જુહાપુરા સરખેજ રોડ પર AMTSએ મહિલાને અડફેટે લેતા મોત, લોકોમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-09-26 22:22:35

રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના મોટા શહેરોમાં શહેરીજનોની સુવિધા માટે દોડતી સીટી બસ ઘણી વખત જીવલેણ બનતી હોય છે. સીટી બસના ડ્રાઈવરો બેફામ બનીને ડ્રાઈવિંગ કરીને લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે. આજે અમદાવાદમાં AMTS બસચાલકે એક રાહદારીને અડફેટે લેતા મામલો વણસ્યો હતો. અમદાવાદની લાઈફલાઈન ગણાતી એએમટીએસ બસ ડ્રાઈવરના બેફામ ડ્રાઈવિંગના કારણે જુહાપુરાના અંબર ટાવર નજીક બસની ટક્કર વાગતા મહિલા ઘાયલ થયા બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કરી કાચ તોડી નાંખ્યા હતા. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ અગાઉ રાજકોટમાં પણ સિટી બસે મહિલા એક્ટિવા ચાલકને અડફેટે લેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. 


લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો


અમદાવાદની એક સમયે ખૂબ જ વખણાતી  AMTS બસ સર્વિસ તેના ડ્રાઈવરાના બેફામ ડ્રાઈવિંગના કારણે બદનામ થઈ રહી છે. જુહાપુરાથી અંબર ટાવર ત્રણ રસ્તા પાસે એએમટીએસ બસના ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે. બસની બ્રેક ફેલ થઈ જતા રસ્તા પરથી પસાર થતા 3 વાહનોને અડફેટે લેતા એક મહિલાને ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અપાયેલી વિગત અનુસાર અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જુહાપુરા ચાર રસ્તાથી સરખેજ સર્કલ તરફ જવાના રસ્તામાં અંબર ટાવર ત્રણ રસ્તા પાસે એક એએમટીએસ બસ ચાલક કનુભાઈ પરમાર પોતાની બસ ચલાવીને પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક જ બસની બ્રેક ફેલ થઈ જતા ત્રણ રસ્તા ઉપરથી પસાર થતા એક મોટરસાયકલ તેમજ એક્ટિવા અને અન્ય એક વાહન સાથે અકસ્માત થયો હતો.  આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બસનો રૂટ 31/5 લાલ દરવાજા- માધવનગર (સાણંદ)નો હતો. આ ઘટના બાદ ગુસ્સે થયેલા લોકોએ બસ પર પથ્થરમારો કરી કાચ તોડી નાંખ્યા હતા. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી થતા મામલો થાળે પડ્યો હતો.


પોલીસે બસચાલક સામે નોંધ્યો ગુનો


AMTS બસ અકસ્માત મામલે પોલીસને જાણ થતા એએમટીએસ બસના ડ્રાઇવર અને કંડકટરને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. બસને સુરક્ષિત સ્થળે રાખી ટ્રાફિક પોલીસે ઇજા પામનાર મહિલાની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી જોકે તેમનું મોત નીપજ્યું છે.


AMTS-BRTS બસ સર્વિસ કથળી


અમદાવાદ શહેરના માર્ગો પર લાખો મુસાફરોને લઇને દોડતી જાહેર પરિવહનની બસો દ્વારા અકસ્માતોના બનાવોની તાજેતરમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લાં 5 મહિનામાં એએમટીએસ અને બીઆરટીએસ બસ દ્વારા 300થી વધુ અક્સ્માત થયા છે. જેમાં ત્યાર સુધી 13 જેટલા લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં ચાલતી એએમટીએસ બસ અને BRTS બસ દ્વારા શહેરમાં 300થી વધુ અક્સ્માત સર્જયા છે. જેમાં AMTS દ્વારા 119 જેટલા અક્સ્માત થયા છે. જયારે BRTS દ્વારા છેલ્લાં 5 મહિનામાં 212 જેટલા અકસ્માત સર્જયા છે. જેમાં BRTS થકી 9 લોકો મોત અને AMTS થકી 4 એમ કુલ મળીને 13 જેટલા લોકોના મોત થયા છે. જેમાથી માત્ર 13 જેટલી જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?