29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદીની કાર્યક્રમમાં લોકોને લાવવા -મૂકવાની જવાબદારી AMTSઅને BRTSને સોંપી દેવામાં આવી છે. 29 માટે 400 બસની ફાળવણી કરવામાં આવી છે જ્યારે 30 સપ્ટેમ્બર માટે 800 બસોની ફાળવણી કરવામાં આવી છે તેવુ સૂત્રોનું માનવું છે. નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બસો વ્યસ્ત હોવાથી AMTSઅને BRTSમાં મુસાફરી કરતા મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવવાનો છે.
પીએમ મોદીના કાર્યક્રમમાં લોકોને લાવવા અપાઈ AMTS-BRTSને જવાબદારી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાત શરૂ થઈ ગયો છે. હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે. અમિત શાહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. 29 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહી તેઓ 36મા નેશનલ ગેમ્સ ઉદ્ધાટન કરવાના છે. અને 30 સપ્ટેમ્બરના રોજ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે. વડાપ્રધાન મોદીના આ 2 કાર્યક્રમોમાં લોકોને લાવવા લઈ જવા આ બસોનો ઉપયોગ કરવામાં આવશે. બસોમાં આમાં વ્યસ્ત હોવાને કારણે બસમાં મુસાફરી કરતા અનેક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવશે.