AMCએ AMTS-BRTSનું ભાડું વધાર્યું, AMTS બસનું લઘુત્તમ ભાડું રૂ.3 થી વધારી 5 રૂપિયા કરાયું, 1 જુલાઈથી થશે અમલ


  • Published By :
  • Published Date : 2023-06-22 19:42:40

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત  AMTS બસ સેવા અમદાવાદીઓની લાઈફલાઈન છે. આજે AMCના હોદ્દેદારો અને કમિશનર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગમાં થયેલી ચર્ચા-વિચારણાના અંતે નવા ભાવ વધારાનું લિસ્ટ સામે આવ્યું છે. અમદાવાદમાં AMTS બસના લધુત્તમ ભાડામાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં હાલ AMTS બસનું લધુત્તમ ભાડુ 3 રૂપિયા હતું જે વધારી 5 રૂપિયા કરવામાં આવ્યું છે. 1 જુલાઈથી AMTS બસના ભાવમાં ફેરફાર અમલી બનશે. અત્રે ઉલ્લેખનિય છે કે AMTS બસ ભાંડામાં 8 વર્ષ બાદ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લે 2014માં AMCએ ભાડામાં વધારો કર્યો હતો. 


મનપસંદ પાસ માટે રૂ.45 ચૂકવવા પડશે


AMTS બસના નવા ભાવવધારા પ્રમાણે, AMTSમાં મનપસંદ પાસના 35 રૂપિયા હતા તેને વધારીને 45 કરવામાં આવ્યા છે. જ્યારે વિદ્યાર્થી પાસના દર મહિને 300 રૂપિયા હતા. તે વધારીને 400 કરવામાં આવ્યા છે.


માસિક પાસના રૂ. 1000 કરવામાં આવ્યા


તે જ પ્રકારે છોકરીઓના પાસના દર મહિને 300 રૂપિયા હતા. તે વધારીને 350 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે મનપસંદ પાસના એક મહિનાના પાસના 750 રૂપિયા હતા, તે વધારીને 1000 કરવામાં આવ્યા છે. તો બીજી તરફ, ત્રિમાસિક પાસના 2 હજાર રૂપિયા હતા તેને વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યા છે.


હવે મિનિમમ ભાડું આ પ્રમાણે થશે


આ ઉપરાંત કોઈપણ જગ્યાની ટિકિટના ચાર્જ 5, 10, 15, 20, 25 અને 30 રૂપિયા હશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ નવું ભાડું આગામી 1લી જુલાઈએથી લાગુ કરવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?